જામજોધપુરના ત્રણ દાયકા પહેલાના 
વર્ષ 1990 ની સાલમા પોલીસ કસ્ટડીમાં યુવકના મૃત્યુના પ્રકરણમાં જામનગરની સેસન્સ અદાલતનો મહત્વપૂર્ણ ચુકાદો: અન્ય ચાર પોલીસ કર્મચારીને પણ સજા 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામજોધપુરના ત્રણ દાયકા પૃર્વેના પોલીસ દમન અને કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં જામનગરની અદાલતમાં ગઈકાલે ઐતિહાસિક ચુકાદો આવ્યો છે પોલીસ કસ્ટડીમાં એક યુવાનના મૃત્યુ પછી કસ્ટોડિયલ ડેથના 302 ના પ્રકરણમાં ગુજરાતના પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટ અને પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ઝાલાને જામનગરની સેસન્સ અદાલતે તક્સીરવાનમાની આજીવન કેદની સજા ફટકારી છે અને તાત્કાલિક અસરથી કસ્ટડીમાં લઇ જામનગરની જિલ્લા જેલમાં ધકેલી દીધા છે કસ્ટોડિયલ ટોર્ચરના કેસમાં એક પીએસઆઇ સહિતના ચાર આરોપી પોલીસ કર્મચારીને પણ તક્સીરવાન ઠરાવ્યા છે અને એક વર્ષની સજા ફટકારી છે અને રૂ. 10 હજારનો દંડ કરી સજાના આ ચુકાદાથી ભારે હડકંપ મચી ગયો છે.
જામનગર જિલ્લા સહીત સમગ્ર રાજ્યભરમાં ભારે ચકચાર જગાવનારા આ કેસની સિલસિલા બંધ હકીકત એવી છે કે જામનગર જિલ્લાના જામજોધપુરમાં 1990 ની સાલમાં અડવાણીની રથયાત્રા સમયે કોમી તોફાનો થયા ના પગલે જામજોધપુર પોલીસ દ્વારા 133 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી જેમાં જામજોધપુરના રહેવાસી પ્રભુદાસ માધવજી વૈષ્ણવ અને તેના ભાઈ રમેશ માધવજી વૈષ્ણવની તા. 30 ઓક્ટોબર 1990 ના દિવસે ધરપકડ કરવામાં આવી હતી અને તેને કથિત રીતે પોલીસ કસ્ટડીમાં માર મારવામાં આવ્યો હતો ત્યાર પછી તમામને અદાલત સમક્ષ રજુ કરાયા પછી તેઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા
ત્યાર પછી 8 મી નવેમ્બરે પ્રભુદાસભાઇ વૈષ્ણવી અને તેના ભાઈ રમેશભાઈને જામીન મળતા બંનેને રાજકોટની ગોંધીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યા પ્રભુદાસભાઈનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું જયારે રમેશભાઈની કિડની ફેઈલ થઇ ગઈ હતી પરંતુ સારવાર દરમ્યાન તેઓ બચી ગયા હતા.
આ ઘટના પછી મૃતક પ્રભુદાસભાઇના ભાઈ અમૃતલાલ વૈશ્રાણી દ્વારા પોષ્ટ મોટર્મ કરવા માટે મંજૂરી માંગી હતી તેમજ કસ્ટોડિયલ ડેથ મામલતે ફરિયાદ દાખલ કરાવતા સીઆઈડી ક્રાઇમ દ્વારા આ મામલે તપાસ હાથ ધરી ગુજરાતના પૂર્વ આઇપીએસ અને જે તે વખતના જામજોધપુરના પી એસ આઈ સંજીવ ભટ્ટ ઉપરાંત અન્ય પોલીસ કર્મચારીઓ તાત્કાલિન પી એસ આઈ શૈલેષ પંડ્યા પોલીસ કોન્સ્ટેબલ દિપક શાહ , પ્રવિણસિંહ ઝાલા , પ્રવિણસિંહ જાડેજા , અને અનોપસિંહ જેઠવા અને કેશુભા જાડેજા સામે આઇપીસી કલમ 302 ઉપરાંત કસ્ટડીયલ ટોર્ચરની કલમ 323, 506(1) મુજબ ગુન્હો નોંધી અદાલતમાં ચાર્જશીટ કરવામાં આવ્યું હતું.
આ પ્રકરણમાં તમામ આરોપી 6 પોલીસ અધિકારી કર્મચારીઓ દ્વારા જામનગરની અદાલત ઉપરાંત ગુજરાતની વડી અદાલત ઉપરાંત દેશની સર્વોચ્ચ અદલાત સુધી લઇ જવામાં આવ્યો હતો અને આખરે સુપ્રીમ કોર્ટે આ મામલે 20 મી જૂન 2019 સુધીમાં સમગ્ર કેસનો ચુકાદો આપવાનો જામનગરની અદાલતે ચુકાદો આપવાનું ઠરાવ્યું હતું જે ચુકાદાની ગાઈડ લાઈનના આધારે જામનગરની સેસન્સ અદલાતમાં આજે તમામ આરોપીને હાજર રાખવામાં આવ્યા હતા અને અદાલત દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો
જેમાં પૂર્વ આઇપીએસ સંજીવ ભટ્ટ અને નિવૃત પીઆઇ જે તે વખતના કોન્સ્ટેબલ પ્રવીણસિંહ ઝાલાને મુખ્ય આરોપી તરીકે તકસીરવાન ઠેરવી આજીવન કારાવાસની સજા ફટકારી છે અને બંનેને અદાલતે કસ્ટડીમાં લીધા પછી તાત્કાલિક અસરથી જામનગરની જિલ્લા જેલમાં મોકલી આપ્યા હતા.
જયારે બાકીના પાંચ પોલીસ કર્મચારીઓ તાત્કાલિક પી એસ આઈ શૈલષ પંડ્યા , દિપક શાહ , અનોપસિંહ જેઠવા, પ્રવિણસિંહ જાડેજા , કેશુભા જાડેજા વગેરેને પણ કસ્ટોડિયલ ટોર્ચ મામલે તકસીરવાન ઠરાવ્યા છે અને તેનો ચુકાદો બપોર પછી જાહેર કરાયો છે. જામનગરની સેસન્સ અદાલતના સેસન્સ જજ ડી એમ વ્યાસ દ્વારા આ ચુકાદો જાહેર કરાયો છે જયારે આ પ્રકરણમાં સરકારી વકીલ તરીકે તુષાર ગોકાણી રોકાયા છે.

જામજોધપુરના 1990ના ચકચારી કસ્ટોડીયલ ડેથ કેસમાં જામનગરની કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ સહિતના પોલીસકર્મીઓને સજા ફરમાવી છે, ત્યારે ફરિયાદી મૃતકના પરિવારજનોએ ન્યાય મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો છે.
1990માં ભાજપની લાલકૃષ્ણ અડવાણીના નેજા હેઠળ નીકળેલી શોભાયાત્રા દરમ્યાન થયેલા રમખાણો દરમ્યાન જામજોધપુરમાં તત્કાલીન આઈપીએસ સંજીવ ભટ્ટ અને તે વખતેના હાજર પોલીસ કર્મચારીઓ દ્વારા જામજોધપુરના પ્રભુભાઈ વૈષ્ણવને પોલીસ કસ્ટડીમાં મૃત્યુ નિપજ્યા બાદ સુપ્રીમ કોર્ટ સુધી આ કસ્ટડીયલ ડેથ મામલો પહોંચ્યો હતો, અને આજે જામનગરની પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ કોર્ટમાં ડી.એમ. વ્યસની કોર્ટમાં ચુકાદો આપ્યો છે, જેમાં પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ અને પ્રવિણસિંહ ઝાલાને આઈપીસી 302, 34, 114 મુજબ આજીવન કેદ ફરમાવી છે, અને તેની સાથેના અન્ય 5 પોલીસ કર્મીઓને આઈપીસી કલમ 323 મુજબ 1 વર્ષની સજા 506 હેઠળ 2 વર્ષની સજા અને 10 હજાર રૂપિયાનો દંડ કરતી સજા ફરમાવી છે, ત્યારે તેના પરિવારજનોએ ન્યાય મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો છે.
30..10.1990થી ચાલતા આ કેસનો ગઈકાલે 20 જૂન 2019ના મળેલ ચુકાદાથી અમોને ન્યાય મળ્યો છે, પરિવારજનોએ જણાવ્યું છે અને આ ચુકાદો પ્રભુભાઈને ખરા અર્થમાં શ્રધ્ધાંજલિ માનીએ છીએ.