જામનગર મોર્નિંગ - દ્વારકા 
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઇન્ચાર્જ પીઆઈને સસ્પેન્ડ કરાતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સ્થાનિક અગ્રણીઓ દ્વારા રાજ્યના ગૃહમંત્રીને રજુઆત કરીફરજ પર પરત લેવા માંગણી કરી છે. 
આ બનાવની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પોલીસમાં ઇન્ચાર્જ પીઆઈ તરીકે ફરજ બજાવતા સી.બી.જાડેજાએ ગયા વર્ષે પોક્સો એક્ટ હેઠળના ગુન્હામાં આરોપી સામેનું ચાર્જસીટ નિયત સમય મર્યાદા કરતા એક દિવસ મોડું અદાલતમાં રજૂ કરાતા આરોપીને જામીન મળી ગયા હતા. આ બનાવથી જિલ્લા પોલીસ વડા રોહન આનંદે દંડ ફટકાર્યા બાદ રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ સી.બી. જાડેજાને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. મીઠાપુર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ અને ઇન્ચાર્જ પીઆઈની કામગીરી સંભાળી છે ત્યારથી અસામાજીક તત્વો પર કાયદાની ધાક બેસાડી છે દ્વારકા તાલુકા પંચાયતના પ્રમુખ લુણાભા પત્રામલભા સુમણીયા અને સ્થાનિક અગ્રણીઓએ રાજ્યના ગૃહમંત્રીને પ્રદીપસિંહ જાડેજાને ફરીથી આ ઇન્ચાર્જ પીઆઈને ફરજ પર મુકવામાં આવે તેવી રજુઆત કરી હતી. આ બનાવથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.