31 ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરી સહાય ચુકાવવા આદેશ: કૃષિવિભાગ અને મહેસૂલ વિભાગ વળતરની કામગીરી કરશે: ખેડૂતોના દાવા પ્રમાણે વળતર ચુકવવા પાક વીમા કંપનીઓને સૂચન
જામનગર મોર્નિંગ - જામનગર 
આજરોજ સરકારની કેબિનેટ બેઠક બાદ કૃષિમંત્રી આર. સી. ફળદુએ નિવેદન આપ્યું હતું. પાક વીમા કંપનીઓ દ્વારા સર્વે પૂર્ણ કરાયો છે. કેબિનેટની બેઠકમાં પાક વીમા નુકસાની મુદ્દે ચર્ચા કરવામાં આવી. પાક વીમા કંપનીઓના રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવી. ખેડૂતોના ખાતામાં નાણાં જમા કરવામાં આવશે. 31 ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ કરી સહાય ચુકાવવા આદેશ કરવામાં આવ્યો છે.
કૃષિ મંત્રી ફળદુએ કહ્યું પીએમ ફસલ યોજનાની ગાઇડલાઇન પ્રમાણે વીમાની પ્રક્રિયા થાય છે. સમય મર્યાદામાં વાવણી ન થાય તે પણ એક જોખમ છે. પાક હાર્વેસ્ટિંગ સમયે કુદરતી આપદા પણ એક જોખમ છે. 
રાજ્યના કૃષિ મંત્રી ફળદુના જણાવ્યા અનુસાર અમે દરેક તબક્કે વીમા કંપનીઓનું ધ્યાન દોર્યું છે. જ્યારે સરકાર તરફથી ખેડૂતોના દાવા પ્રમાણે તેમને વળતર ચૂકવવા પાક વીમા કંપનીઓને સૂચન કરવામાં આવ્યું છે. 
જો વીમા કંપની પોતાની જવાબદારીમાંથી છટકી રહી હોય તેવું લાગતાં કાર્યવાહી કરી છે. જે મુજબ વીમા કંપનીઓને ગાઇડલાઇન પ્રમાણે વર્તવા પ્રમાણે ફરજ પાડવામાં આવી છે. 
પાક વીમા કંપની દ્વારા સર્વે પૂર્ણ કરાયો છે. આ વર્ષે છેલ્લા 15 વર્ષ કરતા વધુ વરસાદ થયો છે. ચાલુ વર્ષે 144 ટકા વરસાદ થયો છે. જેના કારણે પાકમાં ઘણું નુકસાન થયું છે. ફળદુએ જણાવ્યું હતું કે ભુતકાળમાં કુદરતી આફતને કારણે નુકસાનમાં સરકારે હંમેશા ખેડૂતોની પડખે ઉભા રહેવાના નિર્ણય લીધા છે. પાક વીમા કંપની રિપોર્ટ મળ્યા બાદ સરકાર વિશેષ રાહત પેકેજની જાહેરાત કરી હતી.