જામનગર શહેરમાં ગેરકાદે બાંધકામ કરવું જાણે રમત વાત થઇ ગઈ છે કે શું...!!!
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં કોઈપણ નવું અથવા જુના મકાન અથવા કોમર્શિયલમાં કોઈપણ જાતનો ફેરફાર કરવાનો હોય તો જામનગર મહાનગરપાલિકાના ટીપીઓ શાખામાં નકશા સાથે જુના બાંધકામના નકશાને સામેલ રાખી અને નવા બાંધકામ અથવા રીનોવેશન બાંધકામ માટે મંજૂરી લેવી જરૂરી હોય છે. 
હાલમાં જ ટીપીઓ શાખાનો એક ઓડિયો વાયરલ થતા ટીપીઓ શાખાની પોલ ખુલી હતી એવામાં જામનગર શહેરના સેન્ટ્રલ બેંક મેઈન રોડ પર આવેલ જૂની દુકાનોમાં રિનોવેશનના નામે નવું બાંધકામ તેમજ જમીનને નીચે ઉતારી બે માળની દુકાન બનાવાય છે તથા ફૂટપાથ સુધી કોઈપણ જાતની જગ્યા રાખ્યા વગર બાંધકામ કરી નાખ્યું છે, જયારે નવા નિયમ પ્રમાણે રીનોવેશન કરવું હોય તો ટીપીઓ શાખાના નીતિ નિયમોને આધીન રહી અને જે કાંઈ ફેરફાર હોય તે નકશામાં જણાવી અને મંજૂરી મળેવવાની હોય છે. જેમાં અનેક જગ્યાએ નવા નીતિ નિયમ મુજબ નવા બાંધકામમાં અમુક નિયમ પ્રમાણે જગ્યા મુકવી ફરજીયાત છે. 
આ તો નિયમો જેટલી જગ્યા મુકવાને બદલે સરકારી ફૂટપાથ પર ચણતર કરી લે છે, ટીપીઓ શાખાનો ઓડિયો વાયરલ થતા તો એવું લાગે છે કે ફૂટપાથ પર ચણતર કરવા માટે પણ શું ટીપીઓ શાખા મજૂરી આપી દે છે કે શું? 
ખેર હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં ટીપીઓ શાખા આ બાંધકામ વિરુધ્ધ કોઈ કાર્યવાહી કરે છે કે પછી હર હંમેશની જેમ આમાં પણ મીઠુંમોઢું કરી રાબેતા મુજબ ચાલુ રાખવાની મંજૂરી આપી દેશે.