સરકારનો ટાર્ગેટ પૂરો કરવા જાણે ગણતરીના ત્રણ-ચાર પોલીસ કર્મીઓએ ઠેકો લીધો હોય તે રીતે પ્રજા સાથે ધમકી ભર્યું વર્તન 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં દિગજામ સર્કલ પાસે ગઈકાલે ચેકીંગ વેળાએ એક નાગરીકને પોલીસે રોકતા હેલ્મેટના 500 રૂપિયા દંડ ભરવા કહ્યું, નાગરિકની સામેથી કેટલાક હેલ્મેટ વગરના લોકો જતા હતા અને નાગરિકે રિકવેસ્ટ કરતા પોલીસ કર્મીએ એ નાગરિકને ધમકીના સૂરમાં કહ્યું 500 આપ નહિતર ગાડી ડિટેઇન કરી નાખીશ. 
ઉલ્લેખનીય છે કે જે તે સ્થળે ચેકીંગ ચાલતું હોય છે ત્યાં આજુબાજુના પાનની દુકાન વાળાના ઓળખીતાઓને ત્યાંથી 5 મિનિટ ઉભા રાખીને રવાના કરી દ્યે છે, અને આમ પ્રજા સાથે પોતાનું ધમકીભર્યું સ્વરૂપ દેખાડી ડરાવીને દંડની વસુલાત કરે છે. 
સરકારે જાણે દિવસનો ટાર્ગેટ આપ્યો હોય તેમ સવારે જ નક્કી થઈ ગયું હોય આજ આટલા કેસ કરવાના છે તે રીતે ઓળખીતા-લગતા-વળગતા ને અથવા તો સ્ટાફના છોકરાઓને બેફિકરાઈથી ફરવાનું અને કાયદાનું પાલન ન કરવાનું લાયસન્સ કઢાવીને આપ્યું હોય તે રીતે બેફિકરાઈથી ફરે છે. ત્યારે આમ પ્રજાને 500 રૂપિયા દંડ ડરાવી ને કઢાવવામાં જરાય અચકાતા નથી.  
જામનગરમાં પણ 1લી નવેમ્બરથી હેલ્મેટના કાયદાની અમલવારી શરૂ થતા જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા અત્યાર સુધીમાં લાખોનો દંડ ફટકારીને સરકારની તિજોરી ભરવાનું અભિયાન શરૂ કર્યુ છે. તેવામાં ટ્રાફિક પોલીસ હેલ્મેટના દંડ ફટકારવાની કાર્યવાહી કરી રહી હતી ત્યારે જોવા જેવું તો એ હતું 5 વાહનને રોકતા હોય તેમાંથી 3 વાહનની ઓળખાણથી જવા દેવામાં આવતા હતા અને બાકીનાને ટ્રાફિકના નિયમોનું લેક્ચર અને તેમ ન સમજે તો ગાડી ડિટેઇન કરવાની ધમકી આપી દંડની વસુલાત કરવામાં આવતી હતી. 
 અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જામનગર મહાનગરપાલિકાના વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા તો વકરેલી છે ત્યારે જામનગર ઘણા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા શીરદર્દ સમાન બની છે. સવારે અને સાંજના સમયે ટ્રાફિક સમસ્યાને લઇને વાહન ચાલકો ભારે પરેશાન થાય છે. અનેક અકસ્માતો સર્જાય છે અને નિર્દોશ લોકો મોતને ભેટયા છે ત્યારે ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે પોલીસ તંત્ર અને મહાનગરપાલિકા કોની રાહ જોઇ રહ્યા છે તે પ્રશ્ર્ન શહેરીજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
એક ન્યુઝપેપરના ફોટોગ્રાફરે ત્યાં જઈ પૂછતાં સાહેબ ટ્રાફિક ડ્રાઈવના ફોટા પાડવા છે તો સાહેબએ એવો જવાબ આપ્યો કે અમે તો અહીંયા એમનેમ ઉભા છે ચેકિંગ તો આગળ ચાલી રહ્યું છે. ત્યાં જઈને પણ ફોટોગ્રાફરે કહ્યું સાહેબ ટ્રાફિક ડ્ર્રાઈવના ફોટા પાડવા છે અહીંયા ટ્રાફિક ડ્ર્રાઈવની કામગીરી ચાલુ છે તો સાહેબ કહે છે કે ઉભા રહો બે ગાડી રોકી છી ફોટા પાડી લો. એટલે સવાલ એ છે કે ખરેખરમાં ચેકીંગ ચાલુ હતું કે હેલ્મેટ વગરનો નાગરિક દેખાણો એટલે 500 રૂપિયા દંડ વસૂલી લઈને સરકારની તિજોરી ભરવાના ટાર્ગેટમાં થોડો ટાર્ગેટ ઓછો કરવાનો.