યુવાનને જૂનું મનદુઃખ રાખી બીવડાવવાનો પ્રયાસ: એરગન તાકી ઘોડો દબાવી અવાજ કર્યાની ઘટના સામે આવી: બે શખ્સની સામે પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી      
જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં મહેશ્વરી નગરી પાસે આવેલ ફોરેસ્ટ ઓફિસની સામે ગત બુધવારની રાત્રે કોઈ શખ્સો દ્વારા ફાયરીંગ થયાની ઘટના સામે આવ્યા બાદ અને શહેરમાં ચર્ચાઓ ઉઠતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ત્યાં એક યુવકની પુછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો જેમાં અગાઉનું મનદુઃખ રાખી બે શખ્સો દ્વારા આ યુવક સામે એર ગન તાકી જાનથી મારી નાખવાની ધમકી આપી યુવકને બીવડાવી તથા છરી લઈ આવી ગાળો કાઢયાનુ સામે આવેલ દરમ્યાન આ એરગન થી ઘોડો દબાવી અવાજ કર્યાનું ખુલતા આ સમગ્ર મામલે સીટી બી પોલીસ દ્વારા બે શખ્સ સામે ગુન્હો દાખલ કરી ધરપકડ કરી હતી.
મળતી વિગત મુજબ જામનગરમાં ફોરેસ્ટ ઓફિસની સામે બુધવારની રાત્રે પિયુષ અને કરણ ઝાલા નામના શખ્સે જૂનું મનદુઃખ રાખી આ જ વિસ્તારમાં રહેતા કુણાલ ડાયાભાઈ મકવાણા નામના યુવકને ફોનમાં ધમકી આપી ગાળો કાઢી હતી, અને સ્થળ પર કરણ ઝાલા નામના શખ્સે એરગન લઈ આવી કુણાલને જાનથી મારી નાખવાની ધમકી આપી એયર ગન તાકી ઘોડો દબાવતા ફાયરીંગ જેવો અવાજ થતા કુણાલને બીવડાવી આ વેળાએ પિયુષ નામના શખ્સે છરી લઈ આવી કુણાલને ગાળો કાઢી મારવા દોડેલ બાદ બંને શખ્સો નાસી જતા અને આ મામલે સીટી બી પોલીસને જાણ થતા સ્થળ પર દોડી જઈ કુણાલની ફરિયાદ પરથી ગણતરીની કલાકોમાં બંને શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.જો કે, પ્રથમ તો જામનગરમાં ફાયરીંગ થયાની આ ઘટના અંગે મોડી રાત સુધી લોકોમાં તરેહ-તરેહ ની ચર્ચા જાગી હતી.