જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરના મુંગણી ગામે યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી ફેલાઈ જવા પામી છે આ બનાવ અંગે જાણ થતા સ્થાનિક પોલીસે દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. 
મળતી વિગત મુજબ જામનગર તાલુકાના મુંગણી ગામે રહેતા અજીતભાઈ લખુભાઈ પરમાર નામના યુવાને ગત મંગળવારની રાત્રે આઠેક વાગ્યાના સુમારે કોઈ અગમ્ય કારણસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા મૃતકના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે આ બનાવ અંગે જાણ થતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતક યુવાનનો કબ્જો સંભાળી જી.જી. હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલાવી આપઘાત પાછળનું કારણ જાણવા અંગે વધુ તપાસ હાથ ધરી છે.