ખંભાળીયા,  તા.19 : કોરોનાની (covid 19) મહામારીની વિકટ પરિસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા એપીએલ રેશનકાર્ડના લાભાર્થી ઓને મફત રાસન આપવાની જાહેરાત કરાતા દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપની સૂચના થી ખંભાળિયા શહેર ભાજપના માર્ગદર્શન હેઠળ ટિમ બનાવેલ જેમા ઇન્ચાર્જ તરીકે ઇન્દ્રજીતસિંહ પરમાર અને હસમુખભાઈ ધોળકિયા દ્વારા દરેક વોર્ડમાં કાર્યકરો ની ટિમ બનાવીને  સરકારના આદેશ પ્રમાણે સોસીયલ ડિસ્ટનમાં માસ્ક પહેરાવીને ડોક્યુમેન્ટ ચેક કરી સેવા કરવા માટે દરેક બુથમા નિકુંજ વ્યાસ, નીરવ કવૈયા,મહેન્દ્રસિંહ જાડેજા,રાકેશ પંચમતીયા, પરબત વાનરીયા,નવસાદ પઠાણ, રાજુ વારોતરિયા, સંજય બથીયા, ,મયુર ધોરીયા, ભીમભાઈ ગઢવી, અજુ ગાગિયા, મહેન્દ્રભાઈ જોશી, જ્યેન્દ્રસિંહ પરમાર, વિમલ દાવડા સહિત ના કાર્યકરોની ટિમ દ્વારા તારીખ ૧૩ થી ૧૮ એપ્રિલ સુધી સરકાર ની સહાય દરેક લાભાર્થીને પહોંચે તે માટે ખાસ તકેદારી સાથે ટિમ દ્વારા સોસીયલ મીડિયાના માધ્યમથી પ્રચાર - પ્રસાર કરીને શહેર માંથી ૩૧૮ જેટલા પરિવારને પોતાના જથો જતો કરવા માટે ભાજપ કાર્યકરોએ પ્રોત્સાહિત કરીને સરકારશ્રી દ્વારા લાભાર્થી ને પ્રમાણપત્ર અપાવેલ. ભાજપ કાર્યકરોની આ પ્રસંશનીય કામગીરીને ખંભાળીયાના લોકોએ બિરદાવી હતી.