• સમર્પણ હોસ્પિટલ જામનગરના ટ્રસ્ટી વસ્તાભાઈ કેશવાલા તથા હમીરભાઈ કેશવાલાના આર્થિક સહયોગથી જામનગર, દ્વારકા અને પોરબંદર એમ ત્રણ જિલ્લાના ગામોમાં જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ બનવા એક એક મણ ઘઉં આપી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.


પોરબંદર તા.11 : વિશ્વના તમામ દેશોમાં કોરોના વાયરસને કારણે મહામારી ફેલાઈ છે, ત્યારે આપણા દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે તેવા સંજોગોમાં લોકો છેલ્લા 15 દીવસથી લોકો ઘર બહાર નીકળી શકતા નથી આથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે સમર્પણ હોસ્પિટલ જામનગરના ટ્રસ્ટી વસ્તાભાઈ કેશવાલા તથા હમીરભાઈ કેશવાલાના આર્થિક સહયોગથી જામનગર, દ્વારકા અને પોરબંદર એમ ત્રણ જિલ્લાના ગામોમાં જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ બનવા એક એક મણ ઘઉં આપી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા જ્યારથી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી વસ્તાભાઈ કેશવાલા, હમીરભાઈ કેશવાલા અને તેમના સમગ્ર પરિવારજનો જામનગર ખાતે રાત દિવસ જોયા વગર ગરીબ પરિવારો માટે જાતે અનાજની કિટો તૈયાર કરવામાં વ્યસ્ત છે. 

છેલ્લા ત્રણ દિવસમાં પોરબંદર વિસ્તારના 60 જેટલા ગામોમાં 3000 ગરીબ પરિવારોના ઘર સુધી અનાજ પહોંચાડવામાં આવ્યું છે.  સેવાયજ્ઞમાં લાખણશીભાઈ ગોરાણીયા, સુનિલભાઈ બાપોદરા, ભીખુભાઈ ગોઢાણીયા વગેરે જોડાયા હતા 
અને આ સંકટ સમયે લોકોને મદદરૂપ થવા બદલ તમામ લોકોએ વસ્તાભાઈ કેશવાલા, હમીરભાઈ કેશવાલા અને સમર્પણ પરિવારનો આભાર વ્યક્ત કરી આ ભગીરથ કાર્ય માટે અભિનંદન પાઠવ્યા હતા.