જામનગરમાં બીમારીથી કંટાળી પરણીતાનો ગળેફાંસો 
જામનગર મોર્નિંગ - જામનગર 
જામવાડી ગામે તરૂણે ઝેરી દવા પી અને જામનગરમાં પરણીતાએ ગળેફાંસો ખાઈ જીવન લીલા સંકેલી લેતા બંને બનાવ અંગે સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 
મળતી વિગત મુજબ જામજોધપુરના જામવાડી ગામે બાબુભાઈ નાથાભાઈ ખાંટની વાડીએ રહેતા સંજય મનીષભાઈ નામના 12 વર્ષના તરૂણે ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતા પરિવાર સ્તબ્ધ થઇ ગયો છે, મૃતકને નાનો ભાઈ ગણેશ રમતા-રમતા પડી જતા આથી તેના ગણેશ તારાથી નાનો ઈ તારે તેનું ધ્યાન રાખવું જોઈએ તેમ પિતાએ કહેતા ગુસ્સે થઈ આ પગલું ભરી લીધું હતું.
જયારે જામનગરમાં સાંઢીયાપુલ આગળ ગોકુલધામ ખાતે રહેતા સરોજબેન ભાવેશભાઈ નામના 34 વર્ષના પરણીતાએ છેલ્લા પાંચેક વર્ષની અસ્થમાની બીમારી હોઈ જેથી કંટાળી પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે, આ બનાવ અંગે પંચ બી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.