જામનગર મોર્નિંગ - જામનગર 
મળતી વિગત મુજબ બેડીમરીન પોલીસને મળેલ બાતમીના આધારે ગઈકાલે બેડી ગઢવાળી શાળાની બાજુમા જાકુબ ઇશાક છેર (ઉ.વ.૩૩) નામનો શખ્સ મહારાષ્ટ્ર રત્નાગીરી થી છુપી રીતે ખટરામા કટકે કટકે જામનગર આવી જામનગર જિલ્લાના મેજી.સા.ના જાહેરનામાનો ભંગ કરી તેમજ લોકોમાં  તથા પોતાને કોરોના નો ચેપી રોગ ફેલાય તેવી બેદરકારી દાખવતા તે શખ્સની ધરપકડ કરી કોરોનટાઇન કરવાની કાર્યવાહી કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. 
જયારે બેડીમરીન પોલીસને મળેલ બાતમીના આધારે ગઈકાલે બેડી હોળીફળી હુશેની ચોકમા અબાસ સુલેમાન સોઢા (ઉ.વ.55) નામનો શખ્સ સુરત થી છુપી રીતે ખટરામા કટકે કટકે જામનગર આવી જામનગર જિલ્લાના મેજી.સા.ના જાહેરનામાનો ભંગ કરી તેમજ લોકોમાં  તથા પોતાને કોરોના નો ચેપી રોગ ફેલાય તેવી બેદરકારી દાખવતા તે શખ્સની ધરપકડ કરી કોરોનટાઇન કરવાની કાર્યવાહી કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. 
આ કાર્યવાહી જિલ્લા પોલીસવડા શરદ સિંઘલ તેમજ ડીવાયએસપી એ.પી. જાડેજાના માર્ગદર્શન મુજબ પીએસઆઈ એમ.એલ.આહીર, એ.એસ.આઇ. કનકસિહ ઝાલા, એ.એસ.આઇ દીલીપભાઇ આહીર પો.હેડ.કોન્સ કે.કે.ગઢવી તથા પો.હેડ.કોન્સ દેવાયતભાઇ કાંબરીયા,પો.કોન્સ. ઘનશ્યામસિહ જાડેજા, પો.કોન્સ. રાજેષભાઇ ઓડેદરા,વુ.પો.કોન્સ. હેતલબા રાઠોડ, ડ્રા. કે.કે.ગોહીલ તથા ડ્રા. સંદીપભાઇ પરમાર વિગેરે દ્વારા કરવામાં આવી હતી.