જામનગર મોર્નિંગ - જામનગર 
જામનગરમાં આશાસ્પદ લોહાણા યુવાને અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા સીટી બી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગરમાં ગાંધીનગર સ્મશાન રોડ પાસે રહેતા સંજય પ્રભુલાલ મહેતા (ઉ.વ.22) નામના યુવાને પોતાના ઘરે કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ પામતા કાનો પુંજાભાઈ મહેતાએ સીટી બી ડિવિઝનમાં જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જઈ ક્યાં કારણસર આપઘાત કર્યો છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.