જી.જી.હોસ્પિટલમાં માસ્ક પહેર્યા વિના આવનાર દર્દીને રોકવાની જેની ફરજ છે તે જ માસ્ક વગર તેમ જ ઊંઘતા ઝડપાયા

જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર ની પ્રખ્યાત જી.જી.હોસ્પિટલ કે જ્યાં કોરોના ની સારવાર માટેની કોવિડ-૧૯ હોસ્પિટલ આવેલી છે. ઉપરાંત અન્ય સારવાર માટેની જુદી જુદી ઓપીડી આવેલી છે, અને ટ્રોમા સેન્ટર સહિતનાં અનેક વોર્ડ છે. જ્યાં સૌરાષ્ટ્ર ભરમાંથી પ્રતિદિન અનેક દર્દીઓ સારવાર માટે આવે છે.
જ્યાં ફરજ બજાવી રહેલી સિક્યુરિટી ગાર્ડની મહિલાઓ સહિતની ટીમ માસ્ક પહેર્યા વિના ફરજ બજાવે છે, ઉપરાંત જી.જી.હોસ્પિટલ નો કેટલોક પેરામેડિકલ સ્ટાફ પણ માસ્ક પહેર્યા વિના ફરજ બજાવી રહેલો નજરે પડતાં જી.જી.હોસ્પિટલમાં જ નિયમોનો ઉલાળીયો થઈ રહેલો જોવા મળી રહ્યો છે.
જામનગરની જી.જી હોસ્પિટલ ના જુના બિલ્ડિંગમાં ટ્રોમા સેન્ટર તેમજ અન્ય ઓપીડી વિભાગ સહિતના અલગ-અલગ વોર્ડમાં ફરજ બજાવી રહેલો સિક્યુરિટી વિભાગનો મહિલાઓ સહિતનો સ્ટાફ માસ્ક પહેર્યા વિના જ ફરજ બજાવી રહ્યો છે, જ્યારે કેટલાક સિક્યુરીટી સ્ટાફ વોર્ડ માં સુતેલો નજરે ચડે છે, અને છડેચોક 'માસ્ક ફરજિયાત' ના નિયમને ઉલાળિયો જી.જી.હોસ્પિટલ ના સિક્યુરિટી વિભાગમાં જ જોવા મળી રહ્યો છે.
સાથોસાથ દવાઓ આપવાનો તેમજ દર્દીઓની સારવાર કરવાનું કામ કરતો જી.જી.હોસ્પિટલ નો પેરામેડિકલ સ્ટાર પણ મોઢે માસ્ક લગાવ્યા વિના જ ફરજ બજાવી રહેલો નજરે ચડ્યો છે. જીજી હોસ્પિટલના સત્તાવાળાઓએ સૌપ્રથમ આ તમામ સ્ટાફ ને ફરજીયાત માસ્ક પહેરવા નું ફરમાન કરવું જરૂરી છે.
જામનગરની જી.જી.હોસ્પિટલમાં આવનાર દર્દીઓ માસ્ક વીના જી.જી. હોસ્પિટલમાં પ્રવેશે નહીં, તેની તકેદારી માટે અને ચેકિંગ માટે જવાબદારી સોપવામાં આવી છે, તે સિક્યુરિટી વિભાગ નો સ્ટાફ ખૂદ જ માસ્ક પહેરવાના નિયમ નો
ઉલ્લંઘન કરશે તો પછી દર્દીઓ પાસેથી કેવી રીતે અપેક્ષા રાખી શકાય, તે એક મોટો સવાલ છે.