દાહોદ જિલ્લાના અપહરણ-પૉક્સોનાં ગુનામાં નાસતો-ફરતો આરોપી ઝડપાયો  

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આજથી બાર વર્ષ પહેલા લૂંટના ગુનામાં નાસતા ફરતા આરોપીને રાજકોટના ઈશ્વરીયા ગામમાંથી તેમજ દાહોદ જિલ્લાના અપહરણ તેમજ પોક્સોના ગુનામાં નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડએ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.  

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના આજથી બાર વર્ષ પહેલાના કાલાવડ ટાઉનના ચકચારી લૂંટ પ્રકરણમાં આશરે અગિયાર જેટલા ધાડપાડુઓએ લાકડાના ધોકાઓ વડે ફરિયાદીને ઇજા પહોંચાડી સોનાની બંગડી, સોનાનો સેટ, સોનાની વીટી તથા તથા રોકડ રકમ કુલ મળી આશરે એક લાખ રૂપિયાની લૂંટ ચલાવી નાસી ગયેલા શખ્સોમાંથી મૂળ મધ્યપ્રદેશનો આરોપી રાજકોટ જિલ્લાના ઈશ્વરીયા ગામે હોય તેવી બાતમી જામનગર પેરોલ ફર્લો સ્કોવડને મળતા વિનોદ નાનસીંગ ઉર્ફે નેનસિંગ મચ્છાર (રહે. રત્નાફળી, નાગનખેડી, તા. રાણપુર) નામના શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.        


જયારે દાહોદ જિલ્લાના સુખપર પોલીસ સ્ટેશનના અપહરણ તેમજ પોક્સોના ગુનામાં નાસતો-ફરતો આરોપી પ્રવીણ ઉર્ફે રઘાભાઈ ઉદેસીંગ રજાત ( રહે. મુળ મોલારા, જી. મહીસાગર ) નામના શખ્સને જામનગર પેરોલ ફર્લો સ્ક્વોડે બાતમીના આફરે જામનગર તાલુકાના સુમરી (ધુતારપર) ગામેથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

આ કાર્યવાહી પીએસઆઈ એ.એસ.ગરચર, એ.એસ.આઈ. હંસરાજભાઈ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી, રણજીતસિંહ પરમાર, સુરેન્દ્રસિંહ ચૌહાણ, ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, નિર્મળસિંહ એસ. જાડેજા (એલસીબી) વિગેરે દ્વારા કરવામાં આવી હતી.