જામનગર મોર્નિંગ - જામનગર 

અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે અને આ માટે દેશભરમાંથી ફાળો એકત્રિત કરવામાં આવી રહ્યો છે, જામનગરમાં વીએચપી અને સંઘ સંયુક્ત રીતે રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર માટે અનુદાન એકત્ર કરી રહ્યા છે, તેમાં સંખ્યાબંધ પોતાનો ફાળો આપી રહ્યા છે, આ દરમ્યાન કોમી એકતાનું એક ઉમદા ઉદાહરણ જોવા મળ્યું છે અને જામનગરની એલઆઇબીમાં સ્પેશ્યલ સ્ક્વોડમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. યુનુસ સમા દ્વારા રૂ. 11,111નું ચેક દ્વારા અનુદાન આપવામાં આવ્યું છે, આ તકે વિશ્વ હિન્દુ પરિષદના જામનગરના પ્રમુખ અને આ અભિયાનના અધ્યક્ષ ભરતભાઈ ફલીયા તેમજ ભરતભાઈ મોદી, જ્ઞાનેન્દ્રસીંગ, ચંદ્રકાંતભાઈ ઘેટીયા, વ્રજલાલભાઈ પાઠક, લાખાભાઈ કેશવાલા, ભાણજીભાઈ પાંભર વિગેરે ઉપસ્થિત હતા, આ બધાની હાજરીમાં મુસ્લિમ પોલીસમેન દ્વારા ચેક અર્પણ કરાયો હતો.