78 નં બિયર કબ્જે: એક ફરાર

જામનગર મોર્નિંગ - જામનગર  
જામનગર શહેર-જિલ્લામાંથી 13 નંગ ઈંગ્લીશ દારૂ તેમજ 78 નંગ બિયરના ટીન સાથે 6 શખ્સની ધરપકડ કરી એકને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે, તેમજ ઝડપાયેલા શખ્સો સામે પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી સ્થાનિક પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત મુજબ જામનગરના દરેડ ફેસ-2, પ્લોટ નં 230માં આવેલ સુવર્ણ ભૂમિ નામના ભંગાર રાખવાના ગોડાઉનમાં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 10 તેમજ બિયર નંગ 54 કુલ મળી રૂ. 28,300ના મુદામાલ સાથે નિર્મલભાઈ હીરજીભાઈ ડોબરીયા નામના શખ્સને ઝડપી લઈ પુછપરછ હાથ ધરતા હાર્દિક વિજયભાઈ મંગીનું નામ ખુલતા તેને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.  
જયારે ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામે ઠેરવાળી સિમ વિસ્તારમાં આવેલ પ્રદીપસિંહ ઉર્ફે પદુભા અનોપસિંહ જાડેજા નામના શખ્સની વાડીમાંથી 24 નંગ બિયર કિંમત રૂ. 2400 મળી આવતા ઇંદ્રજીતસિંહ ઉર્ફે ઈંદુકાકા હરદેવસિંહ જાડેજા નામના બે શખ્સોને ઝડપી લઈ ધ્રોલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તેમજ શહેરના ઇદ્રશપીરની દરગાહની સામે રોડ પર નુરી ચોકડી પાસેથી ઈંગ્લીશ દારૂની ત્રણ નંગ બોટલ સાથે કિંમત રૂ. 1500 સાથે મુર્તુઝાભાઈ ઓસમાણભાઈ રાઠોડ, નીતિનભાઈ દેવશીભાઈ પરમાર અને સંજયભાઈ દેવજીભાઈ પરમાર નામના ત્રણ શખ્સને સીટી  એ પોલીસે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.