જામનગર મોર્નિંગ - ભાણવડ તા.30 : ભાણવડ તાલુકાના પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ અર્બન હેલ્થ સેન્ટર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના ઉત્સાહથી કોરોના રસીકરણ કાર્યક્રમ ખરેખર ઉત્સવ બની ગયો હતો. અહીંના તબીબી અધિકારીઓ તેમજ સ્ટાફ દ્વારા વેક્સિનેશન સાઈટને આકર્ષક રીતે શણગારવામાં આવેલ હતી. જ્યાં પ્રવેશતા જ રસી લેવાનો ભય આપમેળે દૂર થઈ જતો હતો.
અહીં ૪પ૦ જેટલા આરોગ્ય સ્ટાફ દ્વારા રસી લેવામાં આવેલ છે અને કોઈને પણ કઈ આડઅસર થયેલ નથી તેમજ સ્ટાફ દ્વારા તમામને આ રસી લેવા માટે અનુરોધ પણ કરવામાં આવેલ. રસીના પ્રથમ ડોઝ બાદ સાચા અર્થમાં આરોગ્ય કર્મચારીને કોરોના સામેનું કવચ પ્રાપ્ત થયું છે. જેના તેઓ હક્કદાર છે. આગામી સમયમાં શરૃ થનાર ફ્રન્ટ લાઈન વર્કર રસીકરણ કાર્યક્રમ પણ આ જ રીતે આયોજનપૂર્વક કરવામાં આવશે એવી માહિતી તાલુકા હેલ્થ ઓફિસ, ભાણવડ દ્વારા આપવામાં આવી હતી.
0 Comments
Post a Comment