જામનગર મોર્નિંગ - ભાણવડ : ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે 10 થી 20 જાન્યુઆરી સુધી કરૂણા અભિયાન ચલાવવામાં આવે છે. જે કરૂણા અભિયાન અંતર્ગત કલેક્ટર સાહેબ દેવભૂમિ દ્વારકાના જાહેરનામા અન્વયે ચાઈનીઝ દોરી, નાયલોન દોરી, તેમજ ફાનસ/તુક્કલના વેચાણ પર પ્રતિબંધ મુકેલ હોય તેથી આજરોજ વન વિભાગ ભાણવડ તેમજ એનિમલ લવર્સ ગૃપ દ્વારા ભાણવડ શહેરમાં પતંગના સ્ટોલ તેમજ દુકાન પર પ્રતિબંધિત ચાઈનીઝ દોરી/ફાનસ તુક્કલનું ચેકીંગ હાથ ધરવામાં આવેલ અને વેપારીઓને આ પ્રતિબંધિત વસ્તુનું વેચાણ ના કરવા જાણ કરેલ તેમજ ભાણવડ તાલુકાની જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવે છે કે, સવારે 09:00 વાગ્યાં પહેલા અને સાંજના 05:00 વાગ્યાં પછી પતંગ ના ચગાવવા કારણકે પક્ષીઓ મોટા ભાગે આ સમયગાળામાં વિહરતા હોય સ્થળાતર કરતા હોય તેથી કોઈ પક્ષી ઈજાગ્રસ્ત/મૃત્યુ ના પામે તેમજ લોકોમાં જન જાગૃતિ આવે તે માટે વન વિભાગ તેમજ એનિમલ લવર્સ ગૃપ દ્વારા 1000પેમ્પલેટનું વિતરણ કરવામાં આવેલ તેમજ ભાણવડ તાલુકાની જાહેર જનતાને ખાસ અપીલ કરવામાં આવે છે કે, કોઈ પણ સ્થળે પક્ષીઓ ઘાયલ હાલતમાં ધ્યાનમાં આવે તો તાત્કાલિક વન વિભાગનો અથવા એનિમલ લવર્સ ગૃપનો સંપર્ક કરવો. આવો બધા સાથે મળીને ઉતરાયણ દરમિયાન ઘવાયેલ પક્ષીઓને બચાવીએ.
 
આ કરૂણા અભિયાન અને જનજાગૃતિ અભિયાનમાં શ્રી હર્ષાબેન પંપાણીયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામાજિક વનિકરણ રેન્જ ભાણવડ તથા શ્રી ખીમાણંદભાઈ ચાવડા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર નોર્મલ રેન્જ ભાણવડ તથા તમામ સ્ટાફ અને એનિમલ લવર્સ ગૃપના અશોકભાઈ ભટ્ટ તેમના તમામ સભ્યો સાથે જોડાયા હતા.