જામનગર મોર્નિંગ -દ્વારકા તા.15 : દ્વારકા તાલુકાનાં મેવાસા- ટોબર ગામે અશ્વ રેસનું ભવ્ય આયોજન થયું. દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં દ્રારકા તાલુકાનાં મેવાસા અને ટોબર બન્ને ગામોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ મકર સંક્રાંતિનાં દિવસે બળદ ગાડા રેસ અને અશ્વ રેસ નું આયોજન કરેલ. ટોબર વાળા વાછરા દાદા નાં મંદિર બળદ ગાડા રેસ અને અશ્વ રેસ નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક કિલોમીટર અશ્વ રેસ અને ત્યારબાદ બે કિલોમીટર અશ્વ રેસ નું આયોજન કરવામાં આવ્યું , જેમા જામનગર ના અલ્તાફભાઈ જુશબ ભાઈ ખફી નો ઘોડો પ્રથમ નંબર આવ્યો હતો અને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરે આવનાર ઘોડાઓના માલિકોને રોકડ પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા..

આ પ્રસંગે દ્રારકા તાલુકાનાં હજારો લોકો આ રેસને જોવા માટે ઉમટી પડયા હતા. આયોજકો દ્રારા વિજેતાઓને ઈનામ આપ્યા બાદ જાહેર કરેલ કે અશ્વ રેસનું આયોજન ધુળેટી ના દિવસે પણ કરવામાં આવશે.

તસ્વીર - બુદ્ધાભા ભાટી - મીઠાપુર