જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૨૦ : દેશભરમાં કોવિડ વેકસીનેશનના શરૂ થયેલ મહાઅભિયાન અંતર્ગત પ્રથમ તબકકામાં કોરોના વોરીયર્સ તરીકે આરોગ્ય વિભાગના કર્મચારીઓને આવરી લીધા હોય જે અંતર્ગત ભાણવડ તાલુકામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર ભાણવડ ખાતે ૭૯ જેટલા આરોગ્યકર્મીઓને સફળતાપૂર્વક વેકસીનેશન કરવામાં આવ્યું હતું. વેકસીનેશન સેન્ટરમાં વેઈટીંગ રૂમ, વેકસીનેસન રૂમ તેમજ ઓબ્ઝર્વેશન રૂમ એમ ત્રણ રૂમોમાં વેકસીનેશનના તમામ લાભાર્થીને કોવિન એપ્લીકેશન દ્વારા ચકાસણી તેમજ રસી આપ્યા બાદ પ્રથમ ડોઝની નોંધણી કરાયેલ. ભાણવડ તાલુકામા પ્રથમ તબકકામાં આશરે ૬પ૯ જેટલા આરોગ્યકર્મીઓને આવરી લેવા આયોજન કરાયું છે. વધુમાં જેમેણ સફળતાપૂર્વક પ્રથમ ડોઝ લીધેલ છે તેઓને એક માસ બાદ આજ વેકસીનનો બીજો ડોઝ આપવામાં આવશે જે લેવો આવશ્યક હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.વી.પટેલે જણાવ્યું હતું.