એપ્પલ, એમેઝોન, ડિઝની, ટેન્સેન્ટ, અલીબાબા, વગેરેથી પણ આગળ


બ્રાન્ડ ફાઇનાન્સ વિશ્વની અગ્રણી બ્રાન્ડ વેલ્યૂએશન કન્સલ્ટન્સી છે



“ભારતીય ટેલિકોમ જાયન્ટ જિયો આ વર્ષે રેન્કિંગની સ્પર્ધામાં પહેલીવાર પ્રવેશ્યું અને વિશ્વની પાંચમી સૌથી શક્તિશાળી બ્રાન્ડ બની છે. 100માંથી 91.7નો BSI સ્કોર મેળવવાની સાથે જિયોએ AAA+ બ્રાન્ડ સ્ટ્રેન્થ રેટિંગ મેળવ્યું છે.

વર્ષ 2016માં સ્થપાયેલી કંપની જિયો 400 મિલિયન સબસ્ક્રાઇબર્સ સાથે ખૂબ જ ઝડપથી ભારતમાં સૌથી મોટો મોબાઇલ નેટવર્ક ઓપરેટર અને વિશ્વનો ત્રીજો સૌથી મોટો મોબાઇલ ઓપરેટર બની ગયો છે.

અભૂતપૂર્વ રીતે પોસાય તેવા પ્લાન્સ માટે જાણીતા જિયોએ લાખો યુઝર્સને પ્રારંભમાં નિઃશુલ્ક 4G સેવાઓ આપીને એક ક્રાંતિનું સર્જન કર્યું છે, જેમાં ભારતીયોની ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની પદ્ધતિમાં આમૂલચૂલ પરિવર્તન આણ્યું જે આજે ‘જિયો ઇફેક્ટ’ તરીકે ઓળખાય છે.

બ્રાન્ડ ફાઇનાન્સના ઓરિજિનલ માર્કેટ રિસર્ચના પરિણામો પરથી એ સાબિત થાય છે કે જિયો બ્રાન્ડ તરીકે સમગ્ર દેશમાં કેવું પ્રભુત્વ ધરાવે છે.

ભારતમાં અન્ય ટેલિકોમ સ્પર્ધકો સાથે સરખામણી કરવામાં આવે તો તમામ પરિમાણો – તબદીલ કરવાની વિચારણા, પ્રતિષ્ઠા, ભલામણ, સામાન્ય લોકો દ્વારા બોલાયેલા શબ્દોથી પ્રચાર, ગ્રાહક સેવાઓ અને નાણાંના મૂલ્યના સંતોષ જેવા પરિમાણોમાં જિયો શ્રેષ્ઠ પુરવાર થયું છે. આ બ્રાન્ડ માટેની કોઈ નબળાઈ સામે આવી નથી, અને વિશ્વની અન્ય ટેલિકોમ બ્રાન્ડની જેમ નહીં, પરંતુ જિયોએ બીબાઢાળ પ્રણાલિઓ તોડીને ગ્રાહકોનો સ્નેહ મેળવ્યો છે.”