ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ત્રણ શખ્સની ધરપકડ 

જામનગર મોર્નિંગ - જામનગર 


સિક્કા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુન્હાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ચોરી થયેલ મુદામાલ સાથે ત્રણ આરોપીને ઝડપી લઈ સિક્કા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ સિક્કા તરફના રોડની કાંઠે દક્ષીણ બાજુ આવેલ એલસી 4 કોટીંગ યાર્ડમાં કંપનીની માલીકીની અલગ-અલગ વસ્તુઓ મળી કુલ 22 વસ્તુઓ જેની કિંમત રૂ. 2,75,500ના મુદ્દામાલની  ચોરી થયાની ફરિયાદ ચિંતનભાઈ કિર્તીભાઈ લાઠીગરા નામના યુવાને સિક્કા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ સિક્કા પોલીસ ચલાવી રહી હતી, જયારે સિક્કા પોલીસ સ્ટેશનના હરદેવસિંહ જાડેજા, યુવરાજસિંહ ગોહિલ અને જે.આર. જાડેજાને બાતમી મળતા ચોરીના આરોપી ચોરીનો માલ વેંચવાની ફીરાકમાં હોય ત્યારે સિક્કા પોલીસ સ્ટેશનના અગાઉ ચોરીના ગુન્હામાં સંડોવાયેલા સોનીયો જ્યંતીભાઈ મકવાણા અને તેનો મિત્ર મનસુખ કોબાભાઈ વાઘેલા નામના બંને શખ્સોને ઝડપી લઈ ચોરીનો માલ ખરીદનાર સંદીપ જગદીશભાઈ રાઠોડ નામના શખ્સને રૂ. 1, 04,500ના મુદામાલ સાથે ઝડપી લઈ ગણતરીના કલાકમાં ચોરીનો ભેદ ઉકેલી પકડાયેલ આરોપીની કોવીડ-19 ટેસ્ટ રિપોર્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.    

આ કાર્યવાહી પીએસઆઈ જે.ડી. પરમાર, એ.એસ.આઈ. જે.આર. જાડેજા તથા સ્ટાફના યુવરાજસિંહ ગોહિલ, હિતેન્દ્રસિંહ જાડેજા, જીજ્ઞેશકુમાર મેઘનાથી, હરદેવસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.