• દેશના ખેડૂતો બે મહિનાથી પણ વધારે સમયથી નવા કૃષિ કાયદા પાછા લેવાની માંગ સાથે આંદોલન પર હતા.
  • પ્રજાતંત્ર પર્વના દિવસે ખેડૂતોએ દિલ્હી કુચ કરીને પ્રસાશન અને પોલીસને બેકાબુ બનાવી દીધી છે.
  • પોલીસ ઠેર – ઠેર આંસુ ગેસના ગોળા છોડી રહી છે પણ કિશાન કોઈ પણ ભોગે દિલ્હીમાં લાલ કિલ્લા સુધી પંહોચી રહ્યા છે.

 

જામનગર મોર્નિંગ – દિલ્હી તા.૨૬ : દેશના ખેડૂતો બે મહિનાથી પણ વધારે સમયથી નવા કૃષિ કાયદા પાછા લેવાની માંગ સાથે આંદોલન પર હતા દેશના અલગ – અલગ રાજ્યોમાંથી કિશાનો દિલ્હી કુચ કરીને આવ્યા હતા પણ દિલ્હીની સરહદો પર તેમને બે મહિના પહેંલા જ રોકી દેવામાં આવ્યા હતા જે આજે પ્રજાતંત્ર પર્વના દિવસે ખેડૂતોએ દિલ્હી કુચ કરીને પ્રસાશન અને પોલીસને બેકાબુ બનાવી દીધી છે કિશાનો ટ્રેક્ટર અને પગપાળા દિલ્હીની સરહદો પાર કરીને દિલ્હીના તમામ વિસ્તારો ચીરતા છેક રાજધાનીના લાલકિલ્લા સુધી પહોચી ગયા છે લાલ કિલ્લા પર પહોચીને ખેડૂતો તિરંગા લહેરાવી રહ્યા છે.

 

ઘણા દિવસો પહેલા જ ખેડૂત સંગઠનોએ જાહેરાત કરી હતી કે ૨૬ જાન્યુઆરી ગણતંત્ર દિવસના દિવસે દેશના લાખો ખેડૂતો દિલ્હીમાં ટ્રેક્ટરો સાથે પરેડ કરશે એક બાજુ દેશના જવાનોની પરેડ હશે અને બીજી બાજુ કીશાનોની ટ્રેક્ટર અને પગપાળા પરેડ હશે જે વાક્યો આજે સાચા પડી રહ્યા છે આજે સવારથી જ કિશાનો ના વિવિધ જૂથો ટ્રેક્ટર સાથે દિલ્હીમાં પોલીસ એ રાખેલ બેરીકેડ તોડીને પ્રવેશી ગયા હતા દિલ્હીના મુખ્ય વિસ્તારો ચીરીને ખેડૂતોના જૂથો લાલ કિલ્લા સુધી પહોચી ગયા છે અને મોટા પ્રમાણમાં હજુ ખેડૂતો ટ્રેક્ટર સાથે લાલ કિલ્લા બાજુ આવી રહ્યા છે. દિલ્હીના મુખ્ય તમામ રસ્તાઓ હાલ બંધ છે . ખેડૂતોએ લાલ કિલ્લા સહીત દિલ્હી પર કબજો કરી લીધો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કીશાનોની ટ્રેકટર રેલી હાલ સરકાર, પોલીસથી બેકાબુ બન્યું છે પોલીસ ઠેર – ઠેર આંસુ ગેસના ગોળા છોડી રહી છે પણ કિશાન કોઈ પણ ભોગે દિલ્હીમાં લાલ કિલ્લા સુધી પંહોચી રહ્યા છે. સ્થિતિ થોડા સમય સુધીમાં કાબુમાં નહિ આવે તો દિલ્હીમાં આર્મીની મદદ લેવી પડશે તેમાં બે મત નથી.