જામનગર મોર્નિંગ - ભાણવડ તા.31 : ભાણવડ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ગુન્હાના આરોપી પરબત ઉર્ફે સબો જીવાભાઈ નંદાણીયા રહે. મોટા કાલાવડ તા. ભાણવડને ભાણવડ પોલીસએ કબ્જો મેળવી આરોપી રીઢો ગુન્હેગાર હોય જેથી આગવી ઢબે પૂછપરછ કરતા તેમણે તા.11/11/2020ના રોજ જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાંથી મોટર સાઇકલની ચોરી કરીને મોટા કાલાવડ ગામની બાવળની જાડીમાં છુપાવ્યાની કબૂલાત આપતાં આરોપીને સાથે રાખી ખરાઈ કરતા બાવળની જાડી માંથી મોટર સાઇકલ રજી નંબર - જીજે 10 સી જે 2994 મળી આવેલ જે મોટર સાઇકલ ચોરી બાબતે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 379 મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જેથી મળી આવેલ મોટર સાઇકલ જામજોધપુર પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી માટે જાણ કરવામાં આવી હતી.

આ કાર્યવાહી ભાણવડ પોલીસ સ્ટેશનના પી. એસ. આઈ. જે. જી. સોલંકી અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.