જામનગર મોર્નિંગ - દિલ્હી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણતંત્ર દિવસ પર સાફો બાંધવાની પ્રથા યથાવત રાખી હતી. તેઓ 72 મા ગણતંત્ર દિવસ પર ખાસ પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા. કેસરી કલરની આ પાઘડી તેમના પર શોભતી હતી. પ્રધાનમંત્રી મોદીએ ઈન્ડિયા ગેટ પર રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પ અર્પણ કરીને સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી. 

એક સમય હતો જ્યારે લોકોના માથે વિવિધ પ્રકારની પાઘડીઓ જોવા મળતી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ જે પ્રદેશમાં જાય ત્યાંની પરંપરાગત પાઘડી પહેરવાનું ક્યારે નથી ભૂલતા. તો સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં પણ તેઓ ખાસ પ્રકારની પાઘડીમાં હંમેશા જોવામ ળતા હોય છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણતંત્ર દિવસ પર સાફો બાંધવાની પ્રથા યથાવત રાખી હતી. તેઓ 72 મા ગણતંત્ર દિવસ પર ખાસ પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા. કેસરી કલરની આ પાઘડી તેમના પર શોભતી હતી. પ્રધાનમંત્રી મોદીએ ઈન્ડિયા ગેટ પર રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર પુષ્પ અર્પણ કરીને સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણતંત્ર દિવસના પ્રસંગે જામનગરની એક ખાસ પાઘડી પહેરી છે. ગુજરાતના જામનગરના શાહી પરિવાર દ્વારા આ પાઘડી તેઓેન ભેટ આપવામાં આવી હતી. શાહી પરિવાર દ્વારા આ પ્રકારની પહેલી પાઘડી પીએમને ભેટ કરાઈ હતી. 

રાજનેતા નેતા હોય કે અભિનેતા, સભાઓ હોય કે ફિલ્મો તમામ જગ્યાએ પાઘડીનું મહત્વ દર્શાવવામાં આવે છે.એટલે જ આપણા પ્રધાનમંત્રી પણ જે પ્રદેશમાં જાય છે ત્યાંની પાઘડી પહેરવાનું ભૂલતા નથી. પ્રધાનમંત્રીના જામનગર થી લઈને જમ્મુ કાશ્મીર સુધીના દરેક પ્રદેશના પ્રવાસમાં પરંપરાગત પાઘડીમાં જોવા મળ્યા છે. જેમાં સૌથી પ્રથમ વાત કરીએ જમ્મુ કાશ્મીરની જ્યાં પ્રધાનમંત્રી લાલ રંગની સોની બોર્ડર વાળી પાઘડીમાં જોવા મળ્યા હતા. તો અરૂણાચલ પ્રદેશમાં પરંપરાગત પાઘડીમાં પ્રધાનમંત્રી અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. એવી જ રીતે મરાઠી, જામનગરની પરંપરાગત લાલ પાઘડી, રાજસ્થાની સહિતની પરંપરાગત પાઘડીમાં પ્રધાનમંત્રી જોવા મળ્યા છે. એટલું જ નહીં પણ પૂર્ણાંચલ, ત્રિપુરા જેવા પ્રદેશમાં પહેરાથી હેટ અને ટોપીમાં અલગ અંદાજમાં જોવા મળ્યા છે પ્રધાનમંત્રી.

2015થી લઇ અત્યાર સુધીમાં દર વર્ષે ગણતંત્ર દિવસ પર મોદી ખાસ પ્રકારની પાઘડીઓ પહેરતા દેખાય છે. તો જાહેર કાર્યક્રમોમાં તેમણે અનેકવાર વિવિધ પ્રદેશોની પાઘડીઓ પહેરી છે.