જામનગર મોર્નિંગ - ખંભાળિયા : સ્વામિ વિવેકાનંદનું નામ આવે એટલે યુવાઓમાં અનેરો જોશ અને ઝૂનૂન જોવા મળે છે વિવેકાનંદના વિચારોથી ભારત સહીત દેશ - વિદેશના લોકો પ્રભાવિત થયેલ સ્વામિ વિવેકાનંદ નું પ્રવચન સાંભળવા માટે લોકો કલાકો સુધી એકગ્રતા પૂર્વક બેસી રહેતા.

ત્યારે સ્વામિ વિવેકાનંદની જન્મ જ્યંતી નિમિતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત ભરમાં અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવેલ હતા. જેમાં ગુજરાત પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ ઋત્વિજ પટેલના આહવાનને પગલે ભારતીય જનતા પાર્ટી દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ, યુવા ભાજપ પ્રમુખ પરબતભાઈ ભાદરકાના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા અને ભાણવડ યુવા ભાજપના કાર્યકરો દ્વારા બાઈક રેલી યોજવામાં આવી હતી. સ્વામિ વિવેકાનંદના વિચારોના ફેલાવા માટે સુત્રોચાર ઉઠો જાગો અને ધ્યાય સાથે મંડ્યા રહોના સુત્રોચાર સાથે યુવાનોએ જોશભેર બાઈક રેલી યોજી હતી. ખંભાળિયામાં જોધપુર ગેટથી ખંભાળિયા શહેરની મુખ્ય બજારો જડેશ્વર, શારદા સિનેમા રોડ, જેવીજે સ્કૂલ થઈને પરત જોધપુર ગેટ સુધી જયારે ભાણવડમાં રવિરાજ થઈને નગરપાલિકા સુધી બાઈક રેલી યોજાઈ હતી.

બાઈક રેલીમાં ભાણવડ યુવા ભાજપ પ્રમુખ અલ્પેશ પાથરની આગેવાનીમાં ભાણવડના યુવા કાર્યકરો જોડાયા હતા. માસ્ક સોસીયલ ડિસ્ટન્સ સાથે રેલી અને સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.