• ડોક્ટરની સલાહ મુજબ તબિયતમાં સુધારો ના થાય ત્યાં સુધી આરામ કરવા માટે પણ સી.આર.પાટીલએ ખીમભાઇને સુચના આપી હતી.

જામનગર મોર્નિંગ - જામનગર તા.૧૪ : દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલને હમણાં થોડા સમયથી પગમાં નશની તકલીફ હોવાથી પહેલા જામનગર, રાજકોટ અને અમદાવાદમાં સારવાર મેળવ્યા બાદ પણ તબિયતમાં સુધારો ના થતા તેમણે મુંબઈમાં સારવાર લઈને હાલ તેઓ પોતાના જામનગર ખાતેના નિવાસ સ્થાને ડોક્ટરની સલાહ મુજબ સંપૂર્ણ આરામ કરી રહ્યા છે. અને તેમણે હજુ એકાદ મહિનો સુધી સંપૂર્ણ આરામ કરવાનું જણાવ્યું છે.
 
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ હાલમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અંગે જાહેરસભા સંબોધવા માટે ગઈકાલે જામનગર આવ્યા હતા જે દરમિયાન તેમને જીલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલની તબિયત અંગેની જાણ થતા તેઓ સભામાંથી સમય કાઢીને ખીમભાઇના જામનગર ખાતેના નિવાસ સ્થાને જઈને ખબર - અંતર પૂછ્યા હતા અને આશરે પંદરેક મિનીટ જેટલો સમય ત્યાં રોકાયા હતા ડોક્ટરની સલાહ મુજબ તબિયતમાં સુધારો ના થાય ત્યાં સુધી આરામ કરવા માટે પણ સી.આર.પાટીલએ ખીમભાઇને સુચના આપી હતી.
 
આ અંગે ખીમભાઇ જોગલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે હું ભારતીય જનતા પાર્ટીનો અદનો કાર્યકર છું. મારી માટે પાર્ટી સર્વોપરી છે. મારી નાદુરસ્ત તબિયતની જાણ પ્રદેશ પ્રમુખને થતા તેઓએ ફોન પર ખબર - અંતર પૂછવાના બદલે મારા નિવાસ સ્થાને આવી મારી સાથે પંદર વિશ મિનીટ જેટલો સમય ફાળવી મારા પરિવાર સાથે બેસીને વાતચીત કરી જેનું મને ગૌરવ છે. ભારતીય જનતા પાર્ટી તેમના કાર્યકરોની છે. જે વાત આજે ફરી એક વખત સાચી સાબિત થઇ છે.