- પતિ એ ખેતી કામ બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી મોતને મીઠું કરી લીધું
જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૪ : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પીઠડ ગામ માં એક વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી મૂળ મધ્યપ્રદેશની યુવતીએ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. ખેતી કામ બાબતે પતિએ ઠપકો આપતા માઠું લાગવાથી આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર ની વતની અને હાલ જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતા ખેડૂત વાલજીભાઈ હંસરાજભાઈ મેંદપરા ની વાડી માં રહીને ખેત મજૂરી કામ કરતી સુમિતાબેન કમલેશભાઈ ભૂરીયા નામની ૩૫ વર્ષની ખેત મજુર મહિલા એ પોતાની વાડીમાં જંતુનાશક દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને સારવાર માટે ધ્રોલ ની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતકના પતિ કમલેશ ભુરીયા એ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવતીના પતિએ વાડીમાં ખેતી કામ કરવા બાબતે ઠપકો આપ્યો હતો. જેમાં તેણીને માઠું લાગી આવતાં આ પગલું ભરી લીધું હોવાનું જાહેર કરાયું છે. જોડીયા પોલીસ જે મામલે વધુ તપાસ ચલાવે છે.
0 Comments
Post a Comment