જામનગર મોર્નિંગ - ભાણવડ, તા.21 : ગુજરાત અને ભારતભરમાં પ્રખ્યાત શનિદેવ મંદિર જે ગામમાં આવેલ છે તે દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના હાથલા ગામમાં રોડ- રસ્તા, ઘરથાળ પ્લોટ વિગેરે બાબતે પડતર પ્રશ્નોને લઈને હાથલા ગ્રામજનોએ ભેગા મળીને આગામી તારીખ 28 ફેબ્રુઆરીએ યોજાનાર તાલુકા જીલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ હાથલા ગામમાં ઘણા બધા પ્રશ્નો જેમાં કેનાલના પાણી ચોમાસા દરમિયાન ભરાતા હોવાથી ખેડૂતોને રસ્તાની મોટી મુશ્કેલી છે. તે સિવાય મકાન વિહોણા લોકોને ઘરથાળ માટે પ્લોટ, ગરીબોને મકાન સહાય જેવા લોકોના અનેક પ્રશ્નો અંગે પંદર વર્ષથી લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં સમસ્યાનું સમાધાન ના થતા ગ્રામજનો એકઠા થઇ મળીને આગામી ચૂંટણી અંગે સમગ્ર ગ્રામજનોએ બહિષ્કાર કર્યો છે.