જામનગર મોર્નિંગ - જામનગર  

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં સવારથી મતદાન ખૂબ જ ધીમી ગતિથી ચાલતું હતું, તેમ જ બપોરે આકરો તાપ પડતો હોવાથી મતદારો ઘરની બહાર નીકળવામાં ઢિલાસ અનુભવતા હોવાથી રાજકીય પક્ષોની ચિંતા વધી ગઈ હતી, અને મતદારોને બહાર કાઢવા માટે સોશિયલ મીડિયાનો સહારો લેવો પડ્યો છે.

ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના હોદ્દેદારો અને ઉમેદવારો વગેરે ધ્વારા મતદારોને બહાર કાઢવા માટે ઓડિયો અને વિડીયો ક્લીપ સોશિયલ મીડિયાના વહેતી કરવામાં આવી છે. વધુમાં વધુ મતદાન કરવા માટે કાર્યકર્તાઓ ને દોડવાની હાકલ કરવામાં આવી હતી, ઉપરાંત પ્રજાજનોને પણ મતદાન કરવા માટેનો સંદેશો વહેતો કરવામાં આવ્યો હતો, અને બપોર પછી થી મોટા પ્રમાણમાં તમામ રાજકીય પક્ષોની ઓડિયો વીડિયો ક્લિપ ફરતી થઇ હતી, અને સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ થયો હતો.