• જામનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોના ના ૦૪ કેસ: જામનગર શહેરના ૦૨ કેસ: જ્યારે ગ્રામ્ય માં પણ ૦૨ કેસ નોંધાયા

જામનગર મોર્નિંગ - જામનગર તા: ૧૬, જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની ગતિ મંદ પડી છે, અને કોરોનાના દર્દીઓની સંખ્યા પણ ઘટતી જાય છે. છેલ્લા ૨૪ કલાક ના સમયગાળા દરમિયાન જામનગર જિલ્લામાં એક દર્દીનું મૃત્યુ થયું છે. જ્યારે જામનગર શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. અને જામનગર શહેરના છેલ્લા ૨૪ કલાક માં ૦૨ પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે ગ્રામ્યના પણ ૦૨ પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગર શહેરના એક પણ દર્દીને રજા મળી નથી પરંતુ ગ્રામ્યના ૦૧ દર્દીને રજા આપવામાં આવી છે.
 છેલ્લા ત્રણ સપ્તાહથી કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો સિંગલ ડિજિટ માં જ રહ્યો છે, અને છેલ્લા ૨ દિવસ થી જામનગર જીલ્લાનો અત્યાર સુધીનો સૌથી નીચો આંક માત્ર ૩ કેસ નોંધાયા હતા.ગઇકાલે તેમાં માત્ર ૧ દર્દી નો વધારો થયો છે.
 છેલ્લા ૨૪ કલાક ના સમયગાળા દરમિયાન જામનગરની જી.જી.હોસ્પિટલમાં એક દર્દીનું મૃત્યુ થવાથી જામનગર જિલ્લામાં કુલ મૃત્યુ નો આંક ૧,૦૪૮ નો થયો છે. 
છેલ્લા ૨૪ કલાક દરમિયાન જામનગર શહેરના એકપણ દર્દી ડિસ્ચાર્જ થયા નથી, જ્યારે ગ્રામ્યના માત્ર ૦૧ દર્દીને રજા આપવામાં આવી છે. 
 જામનગર શહેરમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૦૨ પોઝેટીવ કેસ નોંધાયા હોવાથી જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૭,૮૩૬ નો થયો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તાર માં પણ ૦૩ કેસ નોંધાયા હોવાથી કુલ આંકડો ૨,૩૭૪ નો થયો છે. અને સમગ્ર જિલ્લામાં કુલ ૧૦,૨૧૦ લોકો કોરોના સંક્રમિત બન્યા છે.