જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૪ : દિલ્હીમાં બજરંગ દળના કાર્યકર્તા રિંકુ શર્માની સરાજાહેર હત્યા નિપજાવવામાં આવી હતી, જે ઘટનાને લઇને બજરંગ દળ જામનગર દ્વારા આજે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી જઈ વિસ્તૃત આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. અને હત્યાની ઘટનાને વખોડી કાઢવામાં આવી છે.
 બજરંગ દળના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ ની આગેવાની હેઠળ સ્થાનિક બજરંગદળના અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી જઈ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, ત્યાર પછી રીન્કુ શર્મા ને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.