ભોગ બનનારે ૭૦ વર્ષના ઢગા ના મોબાઈલ માંથી પરિવાર ને મેસેજ કરી દેતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો



જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં મોમાઈ નગર વિસ્તારમાં રહેતી સોળ વર્ષની એક સગીરાને ૭૦ વર્ષના એક ઢગા સહિત ત્રણ શખ્સોએ પોતાની હવસનો શિકાર બનાવી અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ ગુજારવાના ચકચારી પ્રકરણમાં પકડાયેલા ૭૦ વર્ષના એક ઢગા સહિતના ત્રણ આરોપીઓને જેલમાં ધકેલી દેવાનો હુકમ થયો છે. અને તેઓ પાસેથી મોબાઇલ ફોન, અને કપડાં સહિતની સામગ્રી કબજે કરી લેવાઈ છે. વયોવૃદ્ધ આરોપીમાં ઘરમાં ફસાયેલી સગીરાએ વૃદ્ધ ના મોબાઈલ માંથી પરિવાર ને મેસેજ કરી દેતાં આખરે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને પોલીસ ટુકડીએ સગીરાને વૃદ્ધની ચુંગાલમાંથી છોડાવી હતી, અને ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા. સગીરાને સમજાવટ કરીને પોતાના માતા પિતાને ઘેર મોકલી આપી છે.

 જામનગરમાં મોમાઈ નગર વિસ્તારમાં રહેતી સોળ વર્ષની તરૂણી ૬ દિવસ પહેલાં પોતાના  ઘેરથી નીકળી ગઈ હતી, અને  તળાવની પાળ પાસે  તેણીને ને સૌપ્રથમ ધવલ સિંધી નામના એક શખ્સ નો ભેટો થયો હતો. જેણે સગીરાને ફોસલાવીને એક મકાનના આશરો આપવા ના બહાને લઈ ગયો હતો, અને પોતાના મિત્ર ચિરાગ ના ઘેર પહોંચાડી હતી.

 જ્યાં ચિરાગ હાજર હતો અને ધવલ બહાર ગયો દરમિયાન ચિરાગે સગીરાની એકલતાનો લાભ લઈ તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યાર પછી ધવલ ઘરે આવી ગયો હતો,જે સગીરાને અગાસી પર લઇ ગયો હતો. અને તેણે પણ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

 બંનેની હવસનો શિકાર બન્યા પછી ધવલ સગીરાને સંગમ બાગ માં લઈ ગયો હતો. જ્યાં ધવલનો રાત ઉજાગરો થયો હોવાથી બાંકડા પર સુઈ ગયો હતો. જે દરમિયાન સગીરા બાંકડા પર થી ઉઠી ને બહાર રોડ પર આવી હતી. જે દરમિયાન તેને પ્રવીણભાઈ ધોળકિયા નામના ૭૦ વર્ષના એક વયોવૃદ્ધ નો ભેટો થયો હતો. જેણે સગીરાને આશરો આપવાના બહાને પોતાના ઘેર લઈ ગયા હતા, અને તેનું મકાન સાધના કોલોની વિસ્તારમાં આવેલું હોવાથી ત્યાં લઈ ગયો હતો.

 પોતે ધાર્મિક માણસ હોવાનું અને તેનું ધ્યાન રાખશે તેવું બહાનું કરીને લઈ ગયા પછી પોતે ઘરમાં એકલો હોવાથી સગીરા સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.

સગીરા વયોવૃદ્ધ ના ઘર માં ફસાઈ હતી દરમિયાન વયોવૃદ્ધ પ્રવીણ ભાઈ ધોળકિયા કેજે ને ઊંઘ આવી ગઈ હતી દરમિયાન તેના મોબાઇલ ફોન માંથી સગીરાએ પોતાના માસીના દીકરા ને મેસેજ કરી દીધો હતો જેથી તે મેસેજ ના આધારે પરિવારજનો સીટી બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસે તાબડતોબ પ્રવીણ ધોળકિયા નું ઘર શોધી લઈ સગીરાનો કબજો સંભાળ્યો હતો, અને એક પછી એક ત્રણેય આરોપીઓની સગીરાની પૂછપરછના આધારે ધરપકડ કરી લીધી હતી. જેમાં પ્રવીણભાઈ એ બે વખત દુષ્કર્મ આચર્યું હોવાની કબુલાત કરી હતી, જ્યારે ધવલ એક વખત તેમજ ચિરાગે બે વખત દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન અને બનાવ વખતે પહેરેલાં કપડાં વગેરે કબજે કરી લીધા છે. જ્યારે ત્રણેય ને જેલમાં મોકલી આપ્યા છે.

 આ ઉપરાંત સગીરાને ભારે સમજાવટ પછી તેના માતા-પિતાના ઘેર મોકલી આપી હતી. પોલીસના પ્રાથમિક પૂછપરછ દરમિયાન ઘરકામ બાબતે સગીરાની માતાએ ઠપકો આપતાં તેણીએ ઘર છોડી દીધું હતું, અને પરિવારજનો દ્વારા ગૂમ નોંધ પણ કરાવી હતી. પોતાના ઘરેથી ઝઘડો કરીને નીકળેલી સગીરા ત્રણેયની હવસનો શિકાર બની ગઈ હતી.