જામનગર મોર્નિંગ - ખંભાળિયા તા.19 : ખંભાળિયા શહેરમાં અગાઉ પો.ઇ. જી.આર. ગઢવીએ કોરોના મહામારીના સંદર્ભમાં માસ્કના નિયમ અંગે આકરા પગલાં લઇને ખાસ ચેકીંગ જાતે તથા પો.સ.ઇ. દ્વારા કરીને સંખ્યાબંધ સ્થળે ચેકીંગ તથા કડક કામગીરી કરીને લોકો માસ્ક વગર ઘરની બહારના નીકળે તેવી સ્થિતિ કરી દીધી હતી તથા સરકારના લાખો રૂપિયા દંડ વસુલ કરીને કોરોના સંદર્ભે કડક કાર્યવાહી કરીને માસ્કનો નિયમ ૧૦૦% અમલમાં મુક્યો હતો.

      પો.ઇ.ગઢવીની બદલી પછી કોરોના સંદર્ભમાં માસ્કનો નિયમ હળવો થઈ જતા તથા ભાગ્યેજ ચેકીંગ થતું હોય અધિકારીની બદલી માં મૂક્યા હોય તેમ જોતા હવે ખંભાળિયા શહેરમાં નીકળતા લોકો માંથી 50 ટકા જ માસ્ક સાથે નીકળતા હોય છે.

   હાલ કોરોનાના નવા કેસો વધે છે તથા રાજ્યમાં લોકડાઉન રાત્રી કરફ્યુ જેવા પગલાં પણ શરૂ કરાયા છે જ્યારે ખંભાળિયામાં પણ હવે કેસ વધતા જતા હોય પોલીસ તેમાં કડક બને તો જ આ કામગીરી થાય તેવું હોય પોલીસ પોતાના અગવા મૂડમાં આવી જાય અને આરોગ્ય ના ક્ષેત્રમાં ફાયદો થાય તેવું છે.