જામનગર ૧૮, જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા ૧૮ થી વધુ સેન્ટરો પરથી કોવિડ વેક્સિનેશન ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં ૧ માર્ચ ૧૭ માર્ચ સુધીના સમયગાળા દરમિયાન ૧૧,૨૩૧ સિનિયર સિટીઝન તેમજ ૧,૭૮૪ બીમાર દર્દીઓએ કોરોના વેકશિન ના ડોઝ મેળવી લીધા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ૧૨ અર્બન હેલ્થ સેન્ટર તેમજ અલગ અલગ ખાનગી સેન્ટરોમાં થી ૧ માર્ચથી કોરોના વેક્સિન ના ડોઝ આપવા માટેની વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી, અને સિનિયર સિટીઝન તેમજ ૪૫ થી ૫૯ વર્ષની વયના બીમાર (કોમૉરબિડ) દર્દીઓ માટે ની વેક્સિનેશન ની પ્રક્રિયાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો હતો. જેના અનુસંધાને ૧૭ દિવસ સુધીમાં કુલ ૧૧,૨૩૧ સિનિયર સિટીઝનોએ કોરોના વેકશીન નો પ્રથમ ડોઝ મેળવી લીધો છે. તે જ રીતે ૧,૭૮૪ બિમાર દર્દીઓ દ્વારા પણ વેક્સિનેશન કરાવી લેવાયું છે.
 જો કે જામનગર શહેરના તમામ સેન્ટરો માંથી કોઈ પણ વ્યક્તિને આડઅસર જોવા મળી નથી. જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી સતીશ પટેલ તેમજ ડેપ્યુટી કમિશનર એ.કે. વસ્તાણી ની રાહબરી હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર સેન્ટરો પરથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.