જામનગર મોર્નિંગ - કલ્યાણપુર તા.૩૧ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકા વિકાસ અધિકારી સુરેશ મેણાત પોતાના કવાટર્સમાં અન્ય એક શખ્સ સાથે બેસીને અંગ્રેજી દારૂ પિતા હોવા અંગેનો વિડીઓ સોસીયલ મેડિયામાં વાયરલ થતા ચકચાર મચવા પામ્યો છે. વીડિઓમાં જોવા મળતા દ્રશ્યો મુજબ તાલુકા વિકાસ અધિકારી અને અન્ય એક શખ્સ સરકારી કવાટર્સમાં સાંજના સમયે બેઠા હોય અને બાજુમાં લીલા કલરની અંગ્રેજી શરાબની બોટલ પડી છે તેમજ ફાસ્ટફૂડ સાથે ગ્લાસ મારફત દારૂ પી રહ્યા છે અને નશામાં ચકનાચૂર થતા વચ્ચે કયારેક કયારેક એલફેલ શબ્દોનો પણ બકવાસ કઈ રહ્યા છે. આ વીડિઓ સાથે રહેલા અન્ય શખ્સ દ્વારા જ બનાવવામાં આવ્યો હોવાનું દેખાઈ આવે છે. મળતી માહિતી મુજબ આ વીડિઓ આશરે ૧૦ - ૧૫ દિવસ પહેલાનો ઉતારાયેલ છે. અને આજે તાલુકા વિકાસ અધિકારી વયમર્યાદામાં નિવૃત થઇ રહ્યા છે ત્યારે જ આ વીડિઓ વાયરલ થઇ રહ્યો છે. લોકોમાં ચર્ચા ઉઠી રહી છે કે જીલ્લા તંત્ર વીડિઓની ખરાઈ કરીને રાજ્ય સેવક તરીકે ફરજ નિભાવતા એક જવાબદાર અધિકારી સામે શિસ્તભંગ, કેફી પીણાનું સેવન બાદ પગલા ભરશે કે કેમ? તે જોવું રહ્યું.