લોકોને ૧૦૦ મીટર માટે ૩ કિમીનો ધક્કો !
જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૨૦ : કેન્દ્ર સરકારના રેલ્વે વિભાગનું નિર્ભર તંત્ર હોય તેવું ખંભાળીયાના લોકોને લાગે છે.
અહી જડેશ્વર ટેકરી
પાસેના દ્વારકા હાઇવે જતા રસ્તા પર અંડરબ્રીજ રેલ્વે તંત્રએ બનાવવાનો શરુ કરેલો
કામ શરુ થતા લોકો રાજી થતા હતા કે હવે ટ્રેઈનમાં ફાટક નડશે નહી પણ કામ શરુ થઈને બે
મહિના માં બંધ થઇ ગયું તે દોઢ વર્ષ સુધી બંધ જ રહ્યું ! આ પછી સ્થાનિક આગેવાનો
ભાજપ શહેર પ્રમુખ અનીલ તન્ના અગ્રણી હિતેન્દ્ર આચાર્યએ સાંસદ પુનમબેન માડમને
રજૂઆતો કરતા તેમણે રેલ્વે તંત્રને કડક સુચના આપતા કામ યુદ્ધના ધોરણે કરીને ૯૦ ટકા
ઉપરાંત પૂર્ણ કરાયું તે પછી ફરી દિવસોથી રેલ્વે તંત્રએ બંધ કરી દેતા લોકો
મુશ્કેલીમાં મુકાયા છે.
દ્વારકાથી તદ્દન
નજીકની ઓઈલમિલો ,કારખાના તથા નજીકની સોસાયટી વાળાને ૧૦૦ મીટરનો આ રસ્તો બંધ હોય
છેક ૩ થી ૪ કિમીનો ફેરો કરીને જવું પડતું હોય ત્યારે રોષની લાગણી ફેલાઈ છે તો આ
રસ્તે થઈને હાઇવે પાસે આવેલ વિજય ચેરી હાઈસ્કુલ તથા નવીવાડી પ્રાથમિક શાળાના બાજુ
જતા હોય તેમને પણ એક કિમી અંતર કાપવા ૩ થી ૩.૨૫ કિમીનો ધક્કો થતો હોય રેલ્વે
તંત્રની ઢીલી નીતિ ભારે ટીકાપાત્ર બની છે.
તસ્વીર - દેશુર ગઢવી, ખંભાળીયા
0 Comments
Post a Comment