જામનગર તા ૧૮, જામનગરમાં ખોડીયાર કોલોની નજીક શિવમ પાર્ક વિસ્તારમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના વતની ૭૨ વર્ષના વયોવૃદ્ધ નું બીપી અને ડાયાબિટીસની બીમારીમાં સપડાયા પછી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગર માં ખોડીયાર કોલોની નજીક શિવમ પાર્ક શેરી નંબર ત્રણ માં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના રથીન્દ્રનાથ રાખાલચંદ્ર ઘોષ (ઉ.વ.૭૨) કે જેઓ ઘણા સમયથી ડાયાબિટીસ અને બીપી ની બીમારીથી પીડાતા હતા. દરમિયાન ગઈકાલે એકાએક તેઓની તબિયત લથડતાં બેભાન થયા પછી તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
 આ બનાવ અંગે મૃતક ના પુત્ર રોબિન રથીન્દ્રનાથ ઘૉષે પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.