જામનગર મોર્નિંગ - દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના નાના એવા ધતુરિયા ગામમાં રહેતી અને 12 વર્ષ સુધી અભ્યાસ કરી અને ફેશન ડિઝાઈનર બનવાના શોખ ધરાવનાર અંજલિ ભાટીયા એ ડિઝાઇન કરેલ ડ્રેસને હૈદરાબાદમાં તાજેતરમાં યોજાયેલ ફેશન શો માં ટોપ મોડલ દ્વારા રજૂ કરાયો હતો અને પ્રેક્ષકો સહિત ઉપસ્થિત તમામ લોકો અને જજીસને આ ડિઝાઇન કરેલ ડ્રેસ ખૂબ સુંદર લાગ્યો હતો અને આ ડિઝાઇન થયેલ ડ્રેસને એવોર્ડ આપવામાં આવ્યો છે. જેના લીધે નાના એવા ગામમાં રહેતી અંજલિ ભાટીયાએ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાનું અને આહીર સમાજનું નામ રોશન કર્યું છે. છેવાડાના જીલ્લા દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ધતુરિયામાં રહેતી યુવતી એ ફેશન ડિઝાઇનર ક્ષેત્રમાં મોટું નામ કર્યું છે.