• G.P.S.C.(ગુજરાત જાહેર સેવા આયોગ)દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય સરકારશ્રીના, નર્મદા, જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ખાતે મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ -૨ ની આખરી પસંદગી યાદીમાં બરાડી ગઢવી સમાજના  યુવાન દિલીપભાઈ વાલા ભાઈ સઠીયા પસંદગી પામ્યા છે.


  જામનગર મોર્નિંગ - જામનગર તા.01 : આઈ સોનબાઇ એ એક સપનું સેવેલું કે મારા ચારણો શિક્ષિત બને અને મોટા મોટા અધિકારી બને આજે હવી  આઈમાં એ સોનબાઈએ સેવેલું સપનું ધીરે ધીરે પૂરું થઈ રહ્યું છે કેમ કે ચારણો શિક્ષિત બન્યા છે અને  દરેક નામી અનામી હોદ્દાઓ પર ચારણો હાલ કાર્યરત છે અને સારી એવી પોતાની ફરજ બજાવી રહ્યા છે અને તેમાં એક વધુ નામ ઉમેરાયું છે દિલીપ ગઢવીનું દિલીપ ગઢવી જામખંભાળિયાના ગોલણ શેરડી ગામના વતની છે  તેઓ નાનપણ થી જ માત્ર શિક્ષણમાં જ રુચિ દાખવતા હતા એમના જીવનનું મુખ્ય લક્ષયાંક માત્ર ને માત્ર શિક્ષણ હતું અને આઈ સોનબાઇએ સેવેલા સપનામાં પોતે પણ ભાગીદાર બને એવી એક માત્ર ઈચ્છા દાખવતા હતા તેમના એક વખતના સંવાદમાં તેમને કોઈએ કહેલું કે તારી મંજિલ તરફ માત્ર માત્ર અઢી ડગલાં માંડ ત્યાં ત્રીજું ડગલું આઈ સોનબાઇ માંડશે બસ ત્યાર પછી આ વાક્યને તેમને જીવન મંત્ર બનાવ્યું અને પોતાની મંજિલ તરફ આગળ વધવા મંડ્યા અને  2020 માં તેઓ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પાવરગ્રીડમાં એન્જીનીયર તરીકે પસંદગી પામ્યા પણ એમના જીવન નો ધ્યેય gpsc  વર્ગ 2 જ હતી એ વારંવાર કહેતો કે હું નોકરી કરતાh કરતા બેચેની અનુભવું છું જ્યાં સુધી GPSC ક્રેક ન કરું ત્યાં સુધી મને ચેન નહીં પડે અને આખરે એ દિવસ પણ દૂર ન રહ્યું અને તેઓ એ આપેલી પરીક્ષામાં પ્રિલીમ્સ બાદ મેઇન્સ અને ત્યાર બાદ ઇટરવ્યુ એમ એક પછી એક પડાવ પાસ કરતા ગયા અને અંતે તેઓ પસંદગી પામ્યા આજે અનેક લોકો દ્વારા તેમના પર  શુભકામનાઓનો  ધોધ વરસાવ્યો.

 દિલીપભાઈ એક માત્ર વાત આજ ઓણ કહે છે કે કોઈ પણ  મંજીલ દુર નથી હોતી બસ એમના સુધી પહોંચવાની એક જંખના દિલમાં હોવી જોઈએ દિલ થી એક વખત નિશાન સાધીલો અને એ દિશામાં સાચી મહેનત શરૂ કરો એટલે મંજિલ પણ  તમારી સામે હાલશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. અગર તહે દિલ સે કિસીકો ચાહો તો પુરી કાયનાત ઉસે મિલાનેમેં જુડ જાતિ હૈ 

   માટે મિત્રો કોઈ પણ ક્ષેત્રમાં કાર્ય કરતા હોવ તે  ક્ષેત્રમાં આપનું એક લક્ષ્ય નક્કી કરો અને એ લક્ષ્ય સુધી પહોંચવા દિલથી તેની પાછળ હાથ ધોઈ પડી જાવ મંજિલ ખુદ સામે આવી અને ગોઠણ ટેકશે કે હું તારી જ રાહ જોઉં છું જલ્દી અહીંયા પહોંચ અને મને મેળવ.

    આવા ઉદ્યમી અને સાહસિક યુવાનને લાખ લાખ વંદન સાથે તેમણે મેળવેલી પ્રસિદ્ધિ બદલ અઢળક શુભકામનાઓ અને ઉતરોતર પ્રગતિ કરી પરિવારની સાથો સાથ સમાજ અને પંથકનું પણ નામ રોશન કરો તેવી શુભેચ્છાઓ.

તસ્વીર - દેશુર ગઢવી, ખંભાળીયા