ફાઈલ તસ્વીર


જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.19 : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોરોના પોઝિટિવ કેશ વ્યાપક થતા ગ્રામ્ય પંથકમાં મૃત્યુનું પ્રમાણ વધતું જાય છે. રોજ બે ત્રણ મૃત્યુ નોંધના દાખલા કાઢવા પડે તેવી સ્થિતિ થાય છે. જેમાંથી મોટા ભાગના કોરોના પોઝિટિવ દર્દી હોવાનું પછી કહેવાય છે.


ખંભાળીયા નજીકનાં હર્ષદપુરમાં ચાર દિવસમાં પાંચ વ્યક્તિના મોત નીપજ્યા છે. તો કલ્યાણપુર તાલુકાના મોટા ગામોમાં રોજ એકાદ બે વ્યક્તિ મોતને ભેટી રહ્યા છે. જે મોટા ભાગના કોરોનાના દર્દી જ હોય છે જેમાના 90% તો હોસ્પિટલ સુધી પણ પહોંચતા નથી.


ગઈકાલે ભાણવડના બે દર્દી જામનગરમાં સારવારમાં મૃત્યુ પામ્યા તથા ભાણવડ શહેર તથા ગ્રામ્યમાં બીજા ચાર મૃત્યુ પામ્યા હતા. કોરોના મહામારીથી મૃત્યુનું પ્રમાણ વ્યાપક થવા માંડ્યું છે.