• પબુભા ગૌશાળામાં હરતા ફરતા જોવા મળ્યા, કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કોરોના સંક્રમિત હોવા છતાં પબુભાનું અજુગતું વર્તન બીજા લોકોને પણ સંક્રમિત કરે તેવું છે.

જામનગર મોર્નિંગ - દ્વારકા તા.08 : કોરોના કહેરનો બીજો રાઉન્ડ ગુજરાત માટે બહુ કપરો સાબિત થઇ રહ્યો છે. ગત વર્ષે શહેરોમાં મર્યાદિત રહેલ કોરોનાનો કાળો કહેર હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ તેજ ગતીએ ફેલાઈ રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ કોરોના સંક્રમિતની સંખ્યા 100એ પહોંચી ગઈ છે.


ગત 5 એપ્રિલના રોજ દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક કોરોનાથી સંક્રમિત થયા હતા અને અત્યારે તેઓ ખુલ્લા ફરી રહ્યા છે ગૌશાળામાં ગાયો સાથે ફરી રહ્યા છે અને પોતે બિલકુલ સ્વસ્થ હોવાનું જણાવી રહ્યા છે પણ તેઓ એ ભૂલી રહ્યા છે કે ભલે તે હાલ સ્વસ્થ હોય પણ કોરોનાથી સંક્રમિત હોવાના લીધે તેઓએ બહાર ના નીકળવું જોઈએ અન્યથા તેમનો સંક્ર્મણ અન્યને પણ લાગી શકે છે.