જામનગર મોર્નિંગ - કચ્છ તા.19 : તાજેતરમાં ગુજરાત એ. ટી. એસ. તથા કચ્છ અને દ્વારકા એસ. ઓ. જી. એ જખૌ પાસેના દરિયામાંથી 150 કરોડનું હેરોઇનનો જથ્થો પકડી પાડ્યો હતો. જે પ્રકરણમાં પાકિસ્તાનના રહેવાસીઓ મુસ્તકા યાસીન સંઘી નસુરૂબા સહિત આઠને પકડ્યા હતા તથા તેમને ગઈકાલે ભુજ કોર્ટમાં રજૂ કરીને એ. ટી. એસ. દ્વારા 02 દિવસના રીમાંડ મંજુર થયા હતા જેમાં નવી વિગતો મળી છે.

પાકિસ્તાનના કરાચીમા આ 150 કરોડના હેરોઇનનો જથ્થો થેલામાં નાખીને વહાણમાં માછીમારીના બહાના હેઠળ ગુજરાતમાં જખૌ પહોંચાડવાનો હતો જે માટે નવ લાખ રૂપિયા આપવામાં આવનાર હતા. તથા જખૌમાં કાસમ નામના માણસને માલ ડિલિવરી કરવાનો હતો તે પહેલા એ. ટી. એસ. તથા એસ. ઓ. જી. દ્વારકા અને કચ્છએ પકડી લીધા હતા ત્યાંથી પંજાબ રોડ રસ્તે માલ મોકલવાનો હતો જેનું કામ અગાઉ પંજાબમાં ડ્રગ્જમાં પકડાયેલ કચ્છ માંડવીના એક સુમરા શખ્સે રાખેલ હતું.

એ. ટી. એસ. ને માંડવી કચ્છના સુમરા શખ્સ વિશે તથા પંજાબમાં કોને - કોને સપ્લાય કરવાની હતી તેની પણ વિગતો મળી છે.