જામનગર તા ૧૯, જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર રેલવે પોલીસ દ્વારા યાત્રીઓ ની ચકાસણી કરવામાં આવી રહી હતી, દરમિયાન હરદ્વાર થી કુંભ મેળા માંથી ૩ યાત્રાળુઓ આવ્યા હોવાનું ધ્યાનમાં આવતા તેઓના ત્રણેયના કોરોના ટેસ્ટ કરાવ્યા પછી ત્રણેય ને હોમ આઈસોલેશન માં મુકી દેવામાં આવ્યા છે.

 જામનગરના રેલવે તંત્ર દ્વારા આજે બપોરે હરદ્વાર તરફથી આવનારી ટ્રેન અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં લાખાબાવળ ના કનુભા નવલસિંહ જાડેજા (૬૫), ઉપરાંત જામનગરના હર્ષદમીલની ચાલી વિસ્તારમાં રહેતા વર્ષાબા જયેન્દ્રસિંહ જાડેજા (૬૦), અને અરુણાબા તખતસિંહ જાડેજા (ઉમર વર્ષ ૬૦) જે ત્રણેયને રોકવામાં આવ્યા હતા, અને તાત્કાલીક અસરથી તેઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાર પછી ૧૪ દિવસ માટે હોમ આઇસોલેશન માં મુકી દેવામાં આવ્યા છે.