જામનગર તા ૩૦, જામનગરમાં જયશ્રી સિનેમા વાળી શેરીમાં સુપર માર્કેટ નજીકથી પેરોલ ફર્લો સ્કવોડ ની ટીમે ક્રિકેટનો સટ્ટો રમવા અંગે એક સખ્સ ને પકડી પાડયો હતો. જે સ્કૂટરની ડેકીમાંથી તલાસી લેતાં અંદરથી પાંચ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી મળી આવી હોવાથી તે અંગેનો અલગથી કેસ કરવામાં આવ્યો છે.

 જામનગરની પેરોલ ફર્લો સ્કવોડ ની ટીમે જયશ્રી સિનેમા વાળી શેરીમાં સુપર માર્કેટ પાસેથી ધીરેન ઉર્ફે માડમ હિંમતલાલ ફલ નામના શખ્સને ક્રિકેટના સટ્ટા અંગે પકડી પાડયો હતો. જેની પાસેથી એક સ્કૂટર પણ મળ્યું હતું. જે સ્કૂટરની ડેકીની તલાસી લેતાં અંદરથી પાંચ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હોવાથી પોલીસે ઇંગ્લિશ દારૂ અને સ્કૂટર વગેરે કબજે કરી લીધા છે, અને આરોપી ધીરેન સામે દારૃબંધી ભંગનો અલગથી કેસ કરવામાં આવ્યો છે.