• ૧૮ નંગ દારૂની બાટલી સાથે મકાનમાલિક પકડાયો: જયારે તેનો ભાગીદાર ફરાર

જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૦, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના રોજીયા ગામ માં એક રહેણાંક મકાન પર પોલીસે દારુ અંગે ની ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો કબ્જે કર્યો છે, અને મકાનમાલિકની અટકાયત કરી છે. તેની સાથે ભાગીદારીમાં ધંધો કરનારા અન્ય એક શખ્સને ફરારી જાહેર કરાયો છે.

 આદરોડા ની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના રોજીયા ગામમાં રહેતા નિતીન ભાઈ વિહાભાઇ બાંભવા નામના શખ્સ દ્વારા પોતાના ભાગીદાર દેવેન્દ્રસિંહ ઉર્ફે દેવુભા ગજુભા જાડેજા સાથે ઈંગ્લીશ દારૂનો ધંધો શરૂ કર્યો છે, અને બહારથી દારૂનો જથ્થો મંગાવીને પોતાના ઘરમાં સંતાડ્યો છે. તેવી ચોક્કસ બાતમી પોલીસને મળતાં ગઇરાત્રે ઉપરોક્ત શખ્સ ના રહેણાંક મકાન પર પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી ૧૮ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો.

 આથી પોલીસે દારૂના જથ્થા સાથે આરોપી નિતીન બાંભવાની અટકાયત કરી લીધી છે, જ્યારે તેના ભાગીદાર દેવેન્દ્રસિંહ જાડેજાને ફરારી જાહેર કરાયો છે, જેને પોલીસ શોધી રહી છે.