જામનગર મોર્નિંગ - જામનગર તા ૮, જામનગર શહેર અને જિલ્લામાં પરમ દિવસે ગરમીનો પારો ૪૦ ડિગ્રી આસપાસ પહોંચી ગયો હતો, પરંતુ સમગ્ર દિવસ દરમિયાન તેજીનો પવન ફૂંકાઈ રહ્યો હોવાથી ગરમીમાં થોડી રાહત જોવા મળી છે, અને તાપમાનનો પારો પાંચ ડિગ્રી નીચે ઊતર્યો હોવાથી બપોર દરમિયાન ઉકળાટ ભર્યા વાતાવરણ માં થોડી રાહત થઇ છે. જોકે લઘુત્તમ તાપમાન પણ ધીમે ધીમે ઉપર ચઢતું જાય છે. વહેલી સવારે ભેજનું પ્રમાણ ફરીથી વધ્યું છે, અને ભેજનું પ્રમાણ ૮૨ ટકા થઇ જતાં ઝાકળની અસર જોવા મળી હતી.

 જામનગર જિલ્લા કલેકટર કચેરીનાં કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ૨૪.૫ ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન ૩૫.૭ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ પ્રતી કલાકના ૩૦ કિ.મી.ની ઝડપે રહી હતી. જે વધીને ૩૫ કિમી સુધી પહોંચી હતી.