જામનગર તા ૨, જામનગરના કાલાવડ નાકા બહાર અમન સોસાયટીમાં રહેતા એક યુવાન પર સામાન્ય બોલાચાલી પછી પાડોશમાં રહેતા ત્રણ શખ્સોએ તલવાર અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

 આ ફરિયાદ અંગે બનાવની વિગત એવી છે કે જામનગરમાં કાલાવડ નાકા બહાર અમન સોસાયટી બ્લોક નંબર ૪૮ શેરી નંબર -૩ માં રહેતા સલમાન યાકુબભાઈ ચૌહાણ નામના ૩૦ વર્ષના સંધી યુવાન પર તે જ વિસ્તારમાં રહેતા જાવેદ ઈસ્માઈલભાઈ ખફી, અયાઝ ઉમરભાઈ ખફી અને તેના એક અન્ય સાગરીતે લોખંડના પાઇપ અને તલવાર વડે હુમલો કરી ઈજા પહોંચાડયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

  જેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ફરિયાદી અને આરોપી બંને વચ્ચે સામું જોવા બાબતે તકરાર થયા પછી ત્રણેય આરોપી ઉશ્કેરાઇ ગયા હતા, અને હુમલો કરી લીધાનું પોલીસમાં જાહેર કરાયું છે. સીટી-એ ડિવિઝન પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.