જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.05 : ખંભાળિયા શહેરી વિસ્તારમાં કોરોના મહામારીમાં કેસોનું પ્રમાણ વધતા તેની અસર હવે જુદા જુદા સરકારી વિભાગો પર પણ થવા માંડી છે.


ખંભાળિયા ની સરકારી હોસ્પિટલના 60 નર્સિંગ સ્ટાફ માંથી 24 નર્સો કોરોના મહામારીમાં સારવાર કરતાં સંક્રમિત થતાં તેમને સારવાર માટે આઇસોલેશન કરાતા નર્સિંગ સ્ટાફની અછત ઊભી થઈ છે જોકે આ પહેલા એક બે તબીબ પણ કોરોના સંક્રમિત થયા હતા.


 ખંભાળિયા પાલિકા વિભાગના વડા સહિત ૫૦ ટકા સ્ટાફ કામ પર આવે છે પરંતુ રોજમદાર સફાઇ કર્મીઓ તથા કાયમી કર્મચારીઓ માં ૧૫ જેટલા બીમાર તાવ, શરદી, ઉધરસ તથા ક્યાંક કોરોના સંક્રમિત હોય સફાઈની વ્યવસ્થા પર પણ તેની અસર જોવા મળી રહી છે.