જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.10 : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના સાથે સાથે દ્વારકા જિલ્લામાં અનેક ગામડાઓમાં કોરોના વકરી રહયો હોવાનુ ચિત્ર ઉપસી રહયુ છે.જેમાં દિનપ્રતિદિન કોરોનાનો સંક્રમણ વધારો થઇ રહ્યો છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે આવેલ જનરલ હોસ્પિટલ ખાતે કોરોના લક્ષણો ધરાવતા દર્દીઓનો વધારો થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં 105 નવા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે.


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય તંત્રના આંકડા મુજબ હાલ 743 દર્દીઓ એક્ટિવ છે. અને અત્યાર સુધીમાં કોવિડને કારણે 39, અને નોન કોવિડને કારણે 85 લોકોના મૃત્યુ થયા છે.


આ સાથે ડો.મટાણીએ વધુ જણાવ્યું હતું કે જે લોકોમાં કોરોના લક્ષણો છે. અથવા તો પોઝિટીવ આવ્યા છે. તે લોકો જે આઇસોલેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. ત્યાં રહે જેના કારણે પરિવારમાં સંક્રમણ ના ફેલાઈ તેમજ ખંભાળીયા હોસ્પિટલમાં હાલ 11 હજાર લીટર ઓક્સિજન ક્ષમતા છે, હાલ ઓક્સિજનની કોઈ ઘટ નથી.